નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Parliament winter session: છેલ્લા કેટલાક દિવસોથી લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. 13 ડિસેમ્બરે સંસદમાં ચાલુ સત્ર દરમિયાન ગેસ એટેકની ઘટના બાદ સુરક્ષામાં થયેલી ચૂક મામલે વિપક્ષી સાંસદો સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે સુરક્ષા મામલે જે ચૂક થઈ હતી, તેની સામે આરોપીઓની ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે. પણ રાજ્યસભા અને લોકસભામાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, ત્યારે આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મામલે લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદો માગ કરી રહ્યા છે કે, સંસદમાં જે ગેસ એટેક થયો છે તે ભાજપ સાંસદના ઓળખીતા હોવાની ઓળખાણ સાથે સંસદમાં ઘૂસ્યા હતા. જેથી ભાજપ સાંસદ સામે પણ કાર્યવાહી કરવાની માગ વિપક્ષી સાંસદો કરી છે. વિપક્ષી સાંસદોની એવી પણ માગ છે કે, સુરક્ષા મામલે ગૃહમાં નિવેદન આપવાની છૂટ આપવામાં આવે. જો કે આ બાબતે સરકારે સ્પષ્ટ કર્યું કે, સુરક્ષાનો મામલો લોકસભા સચિવાલયના કાર્યક્ષેત્રમાં આવે છે અને સુરક્ષામાં ચૂક મામલે તપાસ કરવાના આદેશ પણ આપી દેવાયા છે. પણ તે બાબતને લઈ વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે જ 49 જેટલા સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે આજે લોકસભામાં વધુ બે સાંસદો સી. થોમસ અને એ. એમ. આરીફને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી કુલ 143 જેટલા સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવતા સત્તા પક્ષ દ્વારા જે બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે તે સરળતાથી પસાર થઈ શકશે. જો કે આ બાબત લોકતંત્ર માટે જોખમી કહી શકાય. લાખો કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદો ગૃહની બહાર રહેશે તો પ્રજાના પ્રશ્નોને વાચા કોણ આપશે?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








