નવજીવન ન્યૂઝ. ડીસા: Banaskantha News: ગુજરાતમાં નકલી અધિકારી (Fake Officer) બની લોકોને લૂંટવાની જાણે હોડ જામી હોય તેમ રોજેરોજ નકલી અધિકારી-કર્મચારી પકડાયાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે IPS, DySP જેવા નકલી ઉચ્ચ અધિકારીઓ પણ પકડાયા છે. હવે તો સવાલ થાય કે રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ પોલીસ કર્મચારી મળે તો તેને નકલી સમજવો. ત્યારે ડીસામાં (Deesa) એક નકલી પોલીસ કોન્સટેબલ પકડાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા પોલીસને માહિતી મળી હતી કે ડીસામાં પોલીસના નામે એક વ્યક્તિ લોકોને હેરાન કરી રહ્યો છે. લોકો પાસેથી પૈસા લઈ રહ્યો છે અને પોલીસના નામે લોકોમાં રોફ જમાવી રહ્યો છે. ડીસા દક્ષિણ પોલીસને બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીને આધારે તપાસ કરતાં પોલીસે અશોક ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી પોલીસનું આઈકાર્ડ બનાવી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી અશોક ચૌધરીએ તમામ લોકો સાથે એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી દ્વારા લોકોને છેતરવાની વાત કબૂલી હતી.
જો કે આરોપી અશોક ચૌધરી અગાઉ પણ નકલી PSI બની ચૂક્યો છે અને તેના પર 20થી વધુ ગુના પણ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જૂનાગઢમાંથી નકલી DySP બનેલા વિનીત બંસીલાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








