તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. મહેસાણા): આપણાં દેશને બિનસાંપ્રદાયક માનવામાં આવે છે, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની સ્થિતિ જોઈએ તો રાજકારણ અને સમાજ બંને હિન્દુ-મુસ્લિમમાં વહેંચાઈ ગયું છે. આવા સમયે પણ હિન્દુ-મુસ્લિમ એકતાના (Hindu Muslim Unity) અનેક ઉદાહરણો આપણી આસપાસના જ સમાજમાં જોવા મળે છે. આવી જ એક ઘટના મહેસાણામાં (Mehsana) સામે આવી છે. જેમાં એક મુસ્લિમ પરિવારે એક હિન્દુ દીકરીને 5 લાખનું મામેરું આપીને મામાની ફરજ નિભાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના ભટાસણ ગામમાં (Bhatasan Village) ચૌધરી પરિવાર અને સૈયદ પરિવારને વર્ષોથી એકબીજા સાથે સંબંધો હતા. શરૂઆતમાં વ્યવસાયને લઈને બંને પરિવારો વચ્ચે સંબંધો હતા, જે બાદમાં પરિવારિક સંબંધોમાં ફેરવાયા હતા. ચૌધરી પરિવારના પુરીબેન ચૌધરી રક્ષાબંધન નિમિત્તે ફારૂક સૈયદ અને ફઝલ સૈયદ સહિતના ભાઈઓને રાખડી બાંધતા હતા. બંને ભાઈઓ પુરીબેન ચૌધરીને બહેન માનતા હતા, જેના કારણે તાજેતરમાં તેમની દીકરીના લગ્ન હોવાથી આ સૈયદ ભાઈઓએ મામાની ફરજના ભાગ રૂપે ચૌધરી પરિવારની દીકરીનું મામેરું કર્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








