Monday, February 17, 2025
HomeNationalમહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધુ સ્થળોએ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરવા NIAની કવાયત

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધુ સ્થળોએ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરવા NIAની કવાયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: ISIS terror conspiracy case: દેશમાં આતંકી હુમલાઓ રોકવા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) સતત કાર્યરત છે. આતંકવાદી સંગઠન સાથે જોડાઈને સ્લીપર સેલ તરીકે કામ કરતાં લોકોને ઓળખવા કે પકડી પાડવા એટલા સરળ નથી, કારણ કે સ્લીપર સેલમાં રહીને હુમલાનું આયોજન કરનારા લોકો સામાન્ય લોકો જેવા જ કામ કરતાં હોય છે. કોઈ કંપનીમાં કામ કરતાં હોય, કોઈ લારી ચલાવતા હોય કે પછી કોઈ એવું કામ જે આપણને સહજ લાગે. ત્યારે 2008માં થયેલા બ્લાસ્ટ કેસમાં (2008 Blast Case) પણ આ જ પ્રકારે સ્લીપર સેલ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને 55થી વધુ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. પાકિસ્તાન કે બીજા કોઈ દેશ દ્વારા પ્રેરિત આતંકી પ્રવૃત્તિને રોકવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેના સૂત્રો દ્વારા માહિતી એકઠી કરે છે અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને ઝડપી પાડે છે. આવી જ રીતે આજે મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકમાં (Karnataka) પણ NIA દ્વારા 40થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઇન્ટેલિજેન્સ બ્યૂરો અને અન્ય સુરક્ષા એજન્સીઓના ઈનપુટને આધારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા 40થી વધુ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIAને મળેલી બાતમીને આધારે સ્થાનિક પોલીસ સાથે NIAએ પૂણે, થાણે અને મિયાં ભાયંદરમાં દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ કનેક્શન અને ચાલુ કેસમાં ISISની સંડોવણી હોવાની શક્યતા છે.

- Advertisement -

NIAની તપાસમાં ભારતમાં ISISની ઉગ્રવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું એક જટિલ નેટવર્ક બહાર આવ્યું છે. આ નેટવર્કે ISISની સ્વ-ઘોષિત ખિલાફત પ્રત્યે વફાદારી લઈને હતી તેઓ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs)ના ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ પણ NIA દ્વારા કર્ણાટકમાં દરોડાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ગોધરાથી એક મહિલા સહિત 5 લોકોની અટકાટત કરી NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular