નવજીવન. નવી દિલ્હી: ભારતમાં ફરી કોવિડ-19 કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં દેશના 120 જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટીવ રેટ 10 ટકાથી વધુ છે. આ માહિતી સરકારી ડેટા પરથી મળી છે. આ જિલ્લાઓ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. તેની પાછળ કોરોનાનું વધુ ચેપી સ્વરૂપ ઓમિક્રોન હોવાનું માનવામાં આવે છે.
આંકડા અનુસાર, 24 ડિસેમ્બરે માત્ર બે જિલ્લાઓમાં સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી ઉપર હતો, જ્યારે 6 જાન્યુઆરીએ, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 જિલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાને પાર કરી ગયો હતો. ઘણા વધુ જિલ્લાઓમાં સંક્રમણનો ઊંચો દર નોંધવામાં આવ્યો છે અને હાલમાં કુલ ૧૨૦ જિલ્લાઓમાં સાપ્તાહિક સંક્રમણ દર ૧૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે.
ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં નવા આવતા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં ગઈકાલે એક જ દિવસમાં 2861 કેસ નોંધાયા હતા અને સુરતમાં 1988 કેસ નોંધાયા હતા. જોકે ગુજરાતમાં ગઈકાલે નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












