Friday, March 29, 2024
HomeGeneralIT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈઃ 15 માર્ચ સુધી ભરી શકાશે

IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈઃ 15 માર્ચ સુધી ભરી શકાશે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 15 માર્ચ સુધી વધારી દીધી છે. નાણા મંત્રાયલના રેવેન્યૂ વિભાગની તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. તેના અનુસાર, કોરોના વાયરસની સ્થિતિના કારણે ટેક્સ પેયર્સને થઈ રહેલી મુશ્કેલીઓને જોતા તારીખો વધારવામાં આવી છે. નોટિફિકેશનમાં એવું પણ કહેવાયું છે કે, ઈન્કમટેક્સ એક્ટ 1961ની જોગવાઈઓ અંતર્ગત વિવિધ ઓડિટ રિપોર્ટની ઈ ફાઈલિંગના દરમિયાન આવી રહેલી સમસ્યાઓના કારણે પણ ડેડલાઈન વધારવામાં આવી છે. ટેક્સ પેયર્સ હવે 15 માર્ચ 2022 સુધી આઈટીઆર ફાઈલ કરી શકશે.

સરકારનો આ નિર્ણય ચોંકાવનારો છે. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં, સરકારે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી અને તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. તેમણે કહ્યું હતું કે આ વખતે રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા ગયા વર્ષ કરતા વધુ છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular