નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi Acb Trap: ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવી કોઈ નવી વાત નથી. મામલતદાર કચેરી હોય, નગરપાલિકા હોય કે પછી કોઈ અન્ય સરકારી કચેરી હોય. નાના કર્મચારીથી માંડીને ઉચ્ચ અધિકારી સુધી લાંચ માગવાની ફરિયાદો સામે આવતી રહે છે. હાલ તો સ્થિતિ એવી છે કે, લાંચ ન આપો તો કદાચ વ્યાજવી કામ પણ ન થાય અને જો કોઈ કર્મચારીને કામ માટે લાંચની રકમ આપો તો જે કામ થઈ શકે તેમ ન હોય તે પણ થઈ જાય. આ છે લાંચનો રુઆબ. ત્યારે મોરબી (Morbi) નગરપાલિકાના જુનિયર ક્લાર્ક લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં આવેલી નગરપાલિકા ખાતે એક વ્યક્તિ પ્રેમલગ્નની નોંધણી કરાવવા ગયા હતા. ત્યારે મોરબી નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર ખાખીએ લગ્નની નોંધણીનું સર્ટીફિકેટ આપવા આ વ્યક્તિ પાસે ૪૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે વ્યક્તિ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ લેવા ગયા હતા તે જુનિયર ક્લાર્ક આરોપીને લાંચની રકમ આપવા માગતા નહોતા. જેથી આ વ્યક્તિએ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)નો સંપર્ક કર્યો હતો.
આ ફરિયાદ અનુસંધાને ACBએ મોરબી નગરપાલિકા ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ACBએ ગોઠવેલા છટકામાં જુનિયર ક્લાર્ક મહેન્દ્ર ૪૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સુરેન્દ્રનગર પોલીસ અને ACB ટીમે આરોપી મહેન્દ્રને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








