Wednesday, May 27, 2026
HomeGujaratચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં, પોલીસે તેમની પત્ની સહિત...

ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં, પોલીસે તેમની પત્ની સહિત ત્રણની અટક કરી

- Advertisement -

ઈકરામ મલેક (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): નર્મદા (Narmada) જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર જંગલ જમીનમાં ખેડાણને લઈને વનવિભાગનાં બિટગાર્ડને દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) ઘરે બોલાવીને ધમકાવ્યા અને મારામારી કરી જેથી બીટગાર્ડ દ્વારા દેડીયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પોલીસ વડાએ વઘુમાં એમ પણ જણાવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મીઓને માર મારી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે અને ધારાસભ્ય તેમના પીએ, તેમની પત્ની સહિત વિરૂદ્ધ ધાક ધમકી મારા મારી અને ફાયરિંગ જેવી ઘટના બનતા આ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

જોકે 29 તારીખની ઘટના બાદ ગુનો મોડો કેમ દાખલ થયો અને ઓનલાઇન કોઈ ફરિયાદ જણાતી નથી કે પત્રકાર પરિષદમાં પણ પોલીસે કોઈ જ પ્રેસ નોટ આપી નથી તો ફરિયાદ ક્યાં થઈ અને ફરિયાદ કોણે આપી તેવા સવાલ પણ ઉઠ્યા છે, માટે જિલ્લા પોલીસ વડાનાં ઇન્ટરવ્યૂ પરથી માનવું રહ્યુ કે આ ઘટના બની અને ગુનો દાખલ થયો છે.

- Advertisement -

ઘટનાની વધુ વિગત મુજબ ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે વન વિભાગનાં કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે માથાકુટ થઈ ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મીઓને તેમના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને હવા માં ફાયરિંગ કર્યું હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું કે હાલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં પત્ની સકુંતલાબેન તેમના પીએ જીતેન્દ્રભાઈ અને એક ખેડૂત રમેશભાઈની ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યની અટક કરવાની બાકી છે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular