Tuesday, May 26, 2026
HomeGeneral200-500ના દરની 1167 જેટલી નકલી નોટો સાથે નિયોલ ચેકપોસ્ટ પરથી આરોપીની ધરપકડ

200-500ના દરની 1167 જેટલી નકલી નોટો સાથે નિયોલ ચેકપોસ્ટ પરથી આરોપીની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરો જાણે ક્રાઈમ હબ બન્યા હોય તે રીતે અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ સામે આવે છે. કૌભાંડોથી લઈ નકલી નોટો (Fake Notes) બનાવવાના કારસ્તાનોનો પર્દાફાશ થયા કરે છે, ત્યારે સુરતના (Surat) નિયોલ ચેક પોસ્ટ પાસેથી એક વ્યક્તિ 200 અને 500ના દરની નકલી નોટો સાથે ઝડપાયો હોવાની વાત સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેર ગુજરાતનું મહાનગર છે. સમય સાથે આ મહાનગરની દશા દિવસે દિવસે દાયનીય બની રહે છે. ચરસ, ગાંજાની હેરાફેરી, દારૂની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પોલીસ સતત મહેનત કરી રહી છે. એવામાં સુરતના સારોલી પોલીસને બાતમી મળી કે, એક યુવાન પોતાની બેગમાં નકલી નોટો ભરીને સારોલી ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો છે. બાતમીને આધારે સારોલી પોલીસે ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. સારોલી પોલીસે વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રામલુશ ઝોસેફ નામના વ્યક્તિની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આ વ્યક્તિ પાસેથી 200 અને 500ના દરની 1167 જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. તેમજ આરોપી પાસેથી નકલી નોટો બનાવવાનું સાહિત્ય, નોટને લગતા કલર, માપપટ્ટી તથા પ્લાસ્ટિકની નાની પટ્ટીઓ જેવો સામાન મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે, આરોપી રામલુશ ઝોસેફ મીઝ મુંબઈ ખાતે રહે છે. આરોપી પોતાના ઘરે જ આ પ્રકારની નકલી નોટો બનાવટો હતો. કોઈને શક ન જાય તે માટે આરોપી થોડી થોડી નકલી નોટો બનાવટો હતો. તેમજ દેશના જુદા જુદા ભાગોમાં ફરી થોડી થોડી નકલી નોટો વટાવતો હતો. પોલીસે આરોપી પાસેથી 2,84,000 જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular