Sunday, May 31, 2026
HomeGeneralવડોદરાના સ્વીટી પટેલ હત્યાકાંડમાં હવે FBI પણ સામેલ થશે? જાણો કેમ

વડોદરાના સ્વીટી પટેલ હત્યાકાંડમાં હવે FBI પણ સામેલ થશે? જાણો કેમ

- Advertisement -

નવજીવન. વડોદરા: વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યાકાંડ કેસમાં હવે અમેરિકાની એજન્સી FBI મદદ લેવામાં આવશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. સ્વીટી પટેલની હત્યા બાદ પતિ અજય દેસાઈએ સ્વીટીના મૃતદેહને સળગાવી દીધો હતો. જેના કારણે ફોરેન્સિક લેબ દ્વારા ડીએનએ મેળવવામાં નિષ્ફળ રહી હતી. જેથી હવે અમેરિકાની એજન્સી FBI વડોદરા પોલીસને ડીએનએ મેળવવામાં મદદ કરશે.

વડોદરા એસઓજી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાતા પોલીસ ઇન્સ્પેકટર અજય દેસાઈ અને પત્ની સ્વીટી પટેલ કરજણમાં રહેતા હતા. ગયા વર્ષે જૂન મહિનાની 4 તારીખે લગ્ન જીવનમાં વિખવાદ થતા અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ અજય દેસાઈ મૃતદેહને અટારી ખાતે મિત્રની બંધ હોટલની પાછળ લઈ જઈને સળગાવી દીધો હતો. (નવજીવન) સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈની પૂછપરછ કરતા તેણે હત્યા કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. ત્યાર બાદ FSL દ્વારા સ્વીટી પટેલના મૃતદેહના અવશેષોને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -



ફોરેન્સિક લેબ દ્વારા મરતદેહના અવશેષોમાંથી ડીએનએ મેળવવામાં સફળતા મળી ન હતી જેના કારણે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમેરિકાની FBI એજન્સીની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્વીટી પટેલના અસ્થિને અમેરિકા મોકલવા માટે કોર્ટ સમક્ષ અરજી પણ મોકલવામાં આવી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular