નવજીવન ન્યૂઝ. મુંબઈ: Mumbai News: દેશના મોટા ઉદ્યોગપતિઓને અવાર-નવાર રૂપિયા પડાવવા બાબતે ધમકીઓ મળતી રહે છે. ઉદ્યોગપતિઓ પાસે મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા વ્યક્તિઓ ધમકી આપે છે. અગાઊ પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે દેશના અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) પણ 20 કરોડ આપો નહીં તો શૂટ કરી દેવાની ધમકી મળ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ગઈ કાલે સાંજે કોઈ અજાણ્યા વ્યક્તિએ શૂટ કરવાની ધમકી આપી છે. અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપતા લખ્યું કે, IF YOU DON’T GIVE US 20 CRORE, WE WILL KILL YOU, WE HAVE BEST SHOOTERS IN INDIA. કંપનીની ઈમેલ આઈડી પર મળેલી ધમકીને આધારે મુકેશ અંબાણીના સિક્યોરિટી ઇન્ચાર્જ દ્વારા ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે.
અગાઉ મુકેશ અંબાણીને Z કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી પણ અવાર નવાર મળતી ધમકીઓને લઈ હવે મુકેશ અંબાણી Z+ સિક્યોરિટી ધરાવે છે. 29 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો કરવા આ નિર્ણય કર્યો હતો. મુકેશ અંબાણી પોતાની સુરક્ષાને લઈ મહિને 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચ વહન કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અંબાણી પરિવારને 15 ઓગષ્ટ 2022ના રોજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુકેશ અંબાણીના તમામ સભ્યોને ત્રણ કલાકમાં ખતમ કરી નાખવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








