નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તેવા સ્લોગનો તંત્ર દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતું વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી મળવા પાત્ર સ્કોલરશીપ મળી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હવે ગાંધીનગર (Gandhinagar) ધામા નાખ્યા છે અને આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગુજરાતની અલગ અલગ કોલેજના અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. જેના કારણે આ વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા છે. તેમની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) પણ ગાંધીનગર પહોંચ્યા છે. એક હજાર જેટલા વિદ્યાર્થી સાથે આ બંને નેતાઓએ ગાંધીનગરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી બિરસા મુંડા ભવન ખાતે આદિજાતિ વિકાસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું હતું. અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીઓને 15 મહિનાથી સ્કોલરશીપ મળી નથી. એક વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ બીજુ વર્ષ પણ ચાલુ થઈ ગયું તેમ છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી.
અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીને સ્કોલરશીપ ન મળતા હવે વિદ્યાર્થીઓ અભ્યાસ અધુરો છોડવા માટે મજબુર બન્યા છે. સંસ્થાઓ દ્વારા વારંવાર ફી માગવામાં આવી રહી છે. એન્જિનિયરિંગ, પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડીકલ સહિત અનેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. સ્કોલરશીપ ન આવી હોવાથી વિદ્યાર્થી ફી ભરી શકે તેવી પરિસ્થીતીમાં નથી. જેથી આ વિદ્યાર્થી ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે એકત્રીત થયા છે અને આ વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે MLA ચૈતર વસાવા અને યુવરાજસિંહ પણ આવી પહોંચ્યા હતા.
આ મામલે MLA ચૈતર વસાવાએ જાણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં વિવિધ પ્રોફેસનલ અને નોન પ્રોફેસનલ કોર્ષના વિદ્યાર્થીઓને પોતાના અધિકારની મળવા પાત્ર સ્કોલરશીપ 15 મહિના કરતા પણ વધુ સમય ગાળાથી મળી નથી. આવા વિદ્યાર્થીઓની સંખ્યા 80%થી પણ વધારે છે. સાથે જ વિદ્યાર્થીઓ પાસે સંસ્થાઓ દ્વારા ફીની ઉધરાણી કરતાં વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે. આગામી આઠ દિવસમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહીં મળે તો વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ધરણા કરીશું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








