નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ભરૂચ, અંકલેશ્વર તથા વડોદરા જીલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા ડેમમાંથી એક સાથે છોડવામાં આવેલા 18 લાખ ક્યૂસેક પાણીને લીધે હજારો લોકોને પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ પૂર કુદરતી પૂર નથી પણ માનવ સર્જીત પૂર છે તે પ્રકારનો દાવો કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સરકાર સામે પૂરને લઈ અનેક અનેક સવાલો ઊભા કર્યા હતા, ત્યારે કોંગ્રેસ પક્ષ હવે પૂર માટે જવાબદાર પરિબળની તપાસ કરવા ન્યાયિક તપાસની માગ કરી રહ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 18 લાખ ક્યુસેક પાણીને લીધે ભરૂચ, વડોદરા તથા અંકલેશ્વર જીલ્લામાં તારાજી સર્જાઈ હતી. પૂરની આ ભયાનક સ્થિતિને લઈ હજારો લોકોનો ઊભો પાક નાશ પામ્યો છે તથા અનેક લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લોકોને જે પાયમાલી વેઠવાની સ્થિતિ ઊભી થઈ તેના લાંબા સામે બાદ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પણ વિપક્ષ કોંગ્રેસે પૂરને લઈ સરકાર સામે અનેક સવાલો કર્યા હતા. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, નર્મદા, ભરૂચ તથા વડોદરામાં આવેલું પૂર કુદરતી નથી પણ માનવ સર્જીત પૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ નર્મદા નીરના વધામણાં કરવા એકસાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસ જયપ્રકાશ નારાયણે પણ કહ્યું હતું કે, નર્મદા ડેમ પહેલા બીજા ઘણા ડેમ વચ્ચે આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધ્ય પ્રદેશના ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું હતું. ત્યારે કલાકે કલાકે નર્મદા નિગમને આંકડા પ્રાપ્ત થઈ રહ્યા હતા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા એકસાથે પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
કોંગ્રેસ નેતાઓએ પૂરની સ્થિતિને લઈ સરકાર સામે સવાલ કરતાં રાજ્યપાલ પાસે ન્યાયિક તપાસની માંગ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ પાસે જઈ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કરવાની માગ લઈને રાજ્યપાલ પાસે જઈ રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા પૂરથી થયેલા નુકસાન સામે વ્યાજબી વળતર આપવાની માંગ પણ સરકાર સમક્ષ કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલને પણ પત્ર લખીને ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








