નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની (Iskcon Accident) ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. હજી પણ બેફામ વાહનચાલકો બેદરકારીપૂર્વક વાહન ચલાવી લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે ઇસ્કોન બ્રિજના છેડે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક રાહદારીનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ એસ. જી. હાઈવે-2 પોલીસને થતાં પોલીસની (Ahmedabad Police) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે વ્યક્તિનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગત મુજબ, શિરુપ સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા યતેન્દ્રસિંગ કલ્લુસિંગ રાઠૌર ગુરુવારે રાત્રે 8 વાગ્યાના આસપાસ ઈસ્કોન બ્રિજના છેડેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન ઇસ્કોન બ્રિજ પરથી પૂરપાટ ઝડપી આવી રહેલી કારે યેતન્દ્રસિંહને અડફેટે લીધા હતા. જેના કારણે યતેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઈજાગ્રસ્ત યતેન્દ્રસિંહની મદદે દોડી આવ્યા હતા. જ્યાં બીજી તરફ કારચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો. ટોળે વળેલા લોકોએ પોલીસને જાણ કરતા એસ. જી. હાઈવે-2 ટ્રાફિક પોલીસની ટીમ સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
યતેન્દ્રસિંહને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટનાસ્થળ મૃત્યુ થયું હતું. ટ્રાફિક પોલીસે યતેન્દ્રસિંહનો મૃતદેહ કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. આ ઘટનાના પગલે એસ. જી. હાઈવે-2 ટ્રાફિક પોલીસે CCTVના અધારે અજાણ્યા કારચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








