Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadસરકારી મેડિકલ કોલેજને ખાનગી કરવા ભાજપ સરકાર કરે છે વિચારણા: ઈશુદાન ગઢવી

સરકારી મેડિકલ કોલેજને ખાનગી કરવા ભાજપ સરકાર કરે છે વિચારણા: ઈશુદાન ગઢવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે (BJP Gujarat) ચૂંટણીની પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. હવે જ્યારે ભાજપે 156 બેઠકો સાથે સરકાર બનાવી લીધી છે, ત્યારે જે સ્થળોએ સરકારી મેડિકલ કોલેજ (government medical college) બનવાની હતી, ત્યાં હવે ખાનગી કોલેજ બનાવવાની વાત કરવામાં આવી રહી છે. આ શબ્દો છે ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના (Isudan Gadhvi). આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને મેડિકલ કોલેજના ખાનગીકરણ બાબતે ઈશુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

શોસિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડીયોમાં ઈશુદાન કહી રહ્યા છે કે, “ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મળ્યા બાદ ખૂબ અહંકાર આવી ગયો છે. જેના કારણે હવે તેમણે જનતાને કરેલા વાયદાઓ પણ ભૂલી ગયા છે. વર્ષ 2016માં ભાજપે જાહેરાત કરી હતી કે, તેઓ દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં સરકારી મેડિકલ કોલેજ બનાવશે, પણ હવે જ્યારે તેમની પાસે બહુમતિની સરકાર છે, ત્યારે તેમણે આ જગ્યા પર ખાનગી વ્યક્તિ કે સસ્થાને લાભ થાય તેવી રીતે ખાનગી મેડિકલ કોલેજ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. હાલ સરકાર દ્વારા આ જગ્યાએ ખાનગી કોલેજ બનાવવા માટે અરજી પણ મગાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થીને મેડિકલનો અભ્યાસ કરવો હોય તો સરકારી કોલેજમાં 21 હજાર રૂપિયામાં થઇ જાય છે, જ્યારે આ જ અભ્યાસ કરવા માટે ખાનગી કોલેજમાં 90 લાખ રૂપિયા વિદ્યાર્થીઓએ ખર્ચ કરવા પડે છે. જેથી જો આ ખાનગી કોલેજ બનશે તો તેનાથી ગરીબ વિદ્યાર્થીઓને કોઈ લાભ નહીં થાય, લાભ માત્ર ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાનો જ થશે.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું છે કે, “અમારી માગ છે કે જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી. તે પ્રમાણે ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવે. નહીં તો આમ આદમી પાર્ટી આ બાબતની ઉગ્ર રજૂઆત કરશે અને જરૂર પડી તો ઉગ્ર આંદોલન પણ કરશે. સરકારી હોસ્પિટલોમાં બેડ ઓછા છે. એવા બહાને જે બિલ્ડીંગો બનાવી છે. તે પણ તમે ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓને પધરાવી દેવા માંગો છો. એના કારણે સરકારી હોસ્પિટલોમાં મફતમાં સારવાર મળે છે તેના પર કાપ લાગશે. ભાજપ સરકારનું આ એક મોટું ષડયંત્ર છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદના લોકોને જાગૃત થવાની જરૂર છે. આ બાબતને લઇ AAP પાર્ટી ઉગ્ર વિરોધ કરશે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular