Wednesday, December 11, 2024
HomeGujaratRajkotરાજકોટઃ નકલી અપોઈન્ટમેન્ટ લેટર સાથે પોલીસમાં ધુસ મારવા જતાં જસદણનો યુવક ઝડપાયો,...

રાજકોટઃ નકલી અપોઈન્ટમેન્ટ લેટર સાથે પોલીસમાં ધુસ મારવા જતાં જસદણનો યુવક ઝડપાયો, 4 લાખમાં તૈયાર થતો હતો નિમણૂક પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજકોટમાં બોગસ સર્ટિફિકેટના નામે પોલીસમાં ધૂસ મારવા જતાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ અમદાવાદના કરાઈ એકેડમીમાં પણ આ પ્રકારે નકલી સર્ટિફિકેટના આધારે એક યુવતી અને યુવક પોલીસ ટ્રેનિંગ લેવા માટે પહોંચ્યા હતા. પરંતું રેકોર્ડ ચેક કરવામાં આવતા તે લોકોનો ભાંડો ફુટ્યો હતો. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) જસદણનો (Jasdan) યુવક પણ ખોટા સર્ટિફિકેટ (fake certificate) લઈને પોલીસ હેડ ક્વાર્ટરમાં પહોંચતાં તેનો ભાંડો ફુટ્યો હતો. જોકે આ સર્ટિફિકેટ તેણે રૂપિયા 4 લાખમાં તેના માસા પાસેથી બનાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ સમગ્ર કેસમાં પોલીસે 4 લોકો સામે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વર્ષ 2021માં લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતીમાં રાજકોટ શહેરમાં કુલ 332 ઉમેદવાર ફાળવવામાં આવ્યા હતા. આ દરમિયાન ગત 19 ઓગસ્ટના રોજ બપોરના સમયે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જસદણનો પ્રદીપ મકવાણા નામનો યુવક પોતે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2021માં લેવાયેલી પરિક્ષામાં પોતે નિમણૂક પામ્યો હોવાનું જણાવીને રાજકોટ પોલીસ કમિશનરના સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર લઈને આવ્યો હતો. આ મામલે સીટ શાખામાં નિમણૂક પત્રની ચકાસણી કરવામાં આવતા આ પત્ર મેહુલ તરંબુડિયા નામના ઉમેદવારનો હોવાનું સામે આવ્યું હતું. જે હાલ રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.

- Advertisement -

જેથી પ્રદીપ મકવાણા શંકાસ્પદ જણાઈ આવતા પ્રદીપ મકવાણા અંગે રેકોર્ડમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, પ્રદીપે લોકરક્ષક ભરતી 2021માં સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. પરંતું તે શારીરીક કસોટીમાં નાપાસ થયો હતો. જેથી પ્રદીપની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે તેના માસા ભાવેશ ચાવડાને વાત કરતાં તેમના ભાઈ બાલાનું લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટિંગ હોવાનું જણાવીને નોકરી અપાવી દેવાની વાત કરી હતી. પ્રદીપને લોકરક્ષકમાં નોકરી અપાવા માટે રૂપિયા 4 લાખ આપવાની વાત કરી હતી. જેથી પ્રદીપે તેના પિતા ભરત સાથે વાત કરીને નિમણૂક પત્ર મેળવવા માટે 2 લાખ રૂપિયા એડવાન્સ પેટે માસા ભાવેશને આપ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ બાદ બાલાએ પ્રદીપ અને તેના પિતા ભરતને લોકરક્ષક તરીકે પસંદ થઈ ગયાનું જણાવીને નિમણૂક પત્ર બતાવી બાકીના 2 લાખ રૂપિયા લઈ લીધા હતા.

ત્યારબાદ ગત 25 જુલાઈએ ટપાલથી પ્રદીપને લોકરક્ષક તરીકે પસંદગી પામ્યા હોવાનો અને રાજકોટ શહેર ખાતે નિમણૂક મળવા અંગેનો નિમણૂક પત્ર મળ્યો હતો. 9 ઓગસ્ટના રોજ પ્રદીપના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે જણાવ્યું હતું કે, ગાંધીનગર LRD ભવનમાંથી વાત કરે છે, તારીખ 19 ઓગસ્ટના રોજ તમારે રાજકોટ શહેર ખાતે હેડ ક્વાર્ટરમાં હાજર થવાનું છે. જેથી પ્રદીપ 19 ઓગસ્ટે નિમણૂક પત્ર સાથે રાજકોટ હેડક્વાર્ટર હાજર થવા માટે આવી પહોંચ્યો હતો. પ્રદીપ હેડક્વાર્ટરમાં હાજર થતાં જ નકલી નિમણૂક પત્રકનો ભાંડો ફુટ્યો હતો. સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પ્રદીપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, પ્રદીપના માસા ભાવેશ ચાવડા અને બાલા ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલ તમામ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ હેડક્વાર્ટરમાં પ્રદીપ મકવાણા જે નિમણૂક પત્ર લઈને આવ્યો હતો, તે તેના માસા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ બોગસ નિમણૂક પત્ર માટે 4થી5 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 28 જેટલા નિમણૂક પત્ર તૈયાર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 18, 19 અને 21 તારીખે હાજર થવાનું જણાવેલું હતું. પ્રદીપ મકવાણા જો નકલી નિમણૂક પત્ર સાથે ઘુસી ગયો હતો તો અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યા હોત. આ કેસમાં ચોટીલાના બે વ્યક્તિ માસ્ટર માઈન્ડ છે, નિમણૂક પત્ર ચોટીલાથી તૈયાર કરાયા હતા. હાલ ચોટીલાના વ્યક્તિની શોધખોળ ચાલું છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular