નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Accident: તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલે કાર તળે કચડી 9 લોકોના ભોગ લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં પોલીસ વિભાગે બેફામ વાહન હંકારતા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે રાજકોટમાં (Rajkot) આજરોજના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં એક સ્કોર્પિયો ચાલકે અકસ્માત (Car Accident) સર્જ્યો હતો. બેફામ સ્કોર્પિયો કાર ચાલકની અડફેટે ચઢતા એક લારીચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ સ્કોર્પિયો કાર ચલાવી રહેલા ચાલકે એક બાઈક અને શાકભાજીની લારીને અડફેટ લીધી હતી. આ ઘટનામાં બાઈક ચાલક અને લારી ચાલક ઈજાગ્રસ્ત થયા હોય તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર ચાલક ઓવર સ્પિડમાં ડ્રાઈવ કરી રહ્યો હોય અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેમજ હાલ પોલીસ આ કાર ચાલકની તપાસ કરી રહી છે.
સાથે જ પોલીસ નજરે જોનારા લોકોના નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલ પેદા થાય છે કે રાજકોટ પોલીસ (Rajkot Police) બેફામ વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો દાવો કરે છે તેમ છતાં બેફામ વાહન ચાલકોના વીડિયો સામે આવી રહ્યા હતા. તેમજ હવે તો બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી નાખ્યો છે તો પોલીસ કાર્યવાહીનું પરિણામ ક્યારે જોવા મળશે ?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








