Friday, September 4, 2026
HomeGeneralગોધરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ કરાયા

ગોધરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ કરાયા

- Advertisement -

નવજીવન.ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા રાહદારી, વાહનચાલકો, સહિતનાઓને માસ્ક વિતરણ કર્યા હતા.

- Advertisement -



ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાના કેસો નોંધાયા છે. કિરણના વધતા સંક્રમણને વધતું અટકાવવા મતે માસ્ક એક અસરકારક ઉપાય સાબિત થાય છે. પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા ખાતે આવેલા રામજી મંદિર ખાતે કોરોના જન જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશભાઈ શર્માની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના પદાધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. કોરોના મહામારીમાં લોકોની સેવા કેવી રીતે કરવી અને લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવવી તે અંગે પોતાની વાત રજૂ કરી હતી.ત્યારબાદ ગોધરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રદેશ સહ પ્રભારી તથા જિલ્લા પ્રમુખ દિનેશભાઈ સહિતના કાર્યકરોએ માસ્ક વિતરણ કર્યા. બસ સ્ટેશન વિસ્તાર સહિત આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો અને રસ્તામાં આવતા જતા નાગરીકોને માસ્ક વિતરણ કર્યા હતા.કોરાનાથી બચવા માસ્ક પહેરવા સહિતના સુચનો કર્યા હતા.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular