Wednesday, June 24, 2026
HomeGeneralમહેસાણાઃ CMના કાર્યક્રમ રદ્દ થયા પણ નેતાઓને નિયમનું પાલન કોણ શીખવશે?

મહેસાણાઃ CMના કાર્યક્રમ રદ્દ થયા પણ નેતાઓને નિયમનું પાલન કોણ શીખવશે?

- Advertisement -

નવજીવન મહેસાણા: મહેસાણામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું વાળી દીધું હતું. જો કે ગુજરાતમાં કોરોનાના કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. પરંતુ નેતાઓને આ બાબતનો કોઈ ફર્ક જ ન પડી રહ્યો હોય તેમ કાર્યક્રમમાં ભીડ એકઠી કરતા હોય છે. જો કે કોરોના વધતા નિયંત્રણો માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવતા હોય તેવું અનુમાન લોકો દ્વારા લાગવામાં આવી રહ્યું છે.




મહેસાણાના ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉમટ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા. ભાજપ નેતાઓ આ ટુર્નામેન્ટમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક નિયમો લગાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આગામી 15 જાન્યુઆરી સુધી પોતાના કાર્યક્રમ રદ્દ કર્યા છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે નેતાઓ પોતાના કાર્યક્રમ ક્યારે રદ્દ કરશે? જ્યારે સામન્ય જનતા જોડેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે પોલીસ દંડ વસુલે છે તો પછી નેતાઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? શું નેતાઓ માટે કોઈ અલગ નિયમો બનવાની જરૂર છે ?




ગુજરાતમાં કોરોનાનો આંકડો પાંચ હજારને પર પહોંચી ચૂક્યો છે. જો આવી જ રીતે કાર્યક્રમમાં ભીડ એકઠી થતી રહેશે તો ત્રીજી લહેરને આવતી રોકવી ભારે પડી શકે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular