નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: બદલાતા જમાનાની સાથે હવે ક્રાઈમની પેટર્ન પણ બદલાઈ રહી છે. ટેકલોનોજીના આ જમાના હવે સાયબર ક્રાઈમના ગુનામાં ચિંતાનજક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના સમયે પોલીસ માટે સાયબર ક્રાઈમ એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. કેટલાક સાયબર ગઠિયાઓ (Cyber Fraud) દ્વારા લોકોને અલગ-અલગ લોભામણી જાહેરાતોમાં ભરમાવી તેમની પાસેથી પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. હાલ સાયબર ભેજાબાજોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેને લઈ અમદાવાદ સાયબર સેલની (Ahmedabad Cyber Cell) ટીમ દ્વારા કોઈ પોસ્ટર બહાર પાડી આ પ્રકારની જાહેરાતથી દૂર રહેવા તેમજ પોલીસને સીધો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

હાલ અમદાવાદ સાયબર સેલ દ્વારા સાયબર ભેજાબાજોની એક મોડસ ઓપરેન્ડીને ઉજાગર કરવામાં આવી છે. જેમાં ખાસ આ પ્રકારની જાહેરાત આવે તો તમને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આરોપીઓ લોકોને ફોન કરે છે અને કહે છે કે, “હું અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમારે ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ મેમો ભરવાનો બાકી છે. અમે તમને લિન્ક મોકલી છે, તેમાં તાત્કાલિક તમે મેમોના પૈસા નહીં ભરો તો પોલીસ આતમારા ઘરે આવશે અને તમારી અટકાયત કરશે. બાદમાં તમારે કોરટમાં દર બહારવો પડશે.” આ પ્રકારનો કોલ આવતા લોકો સામે વાળી વ્યક્તિની વાતમાં આવી જાય છે અને આપેલી લિંકપર પૈસા ભરી દે છે. જે નંબર પરઠો ફોન આવે છે તેમાં પણ ટ્રૂકોલર પર અમદાવાદ ટ્રાફિક પોલીસ લખેલું આવે છે.
આ પ્રકારના ફોર્ડથી બચવા માટે શું કરવુ તે અંગે સાયબર સેલની ટીમે જણાવ્યું છે કે, આવી કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહી. મેમોની રકમ કોર્ટમાં કે અમદાવાદ ટ્રાફિક વિભાગના ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઈટ ઉપર ભરવાનો આગ્રહ રાખો અને ઓનલાઈન ભોગ બનતા બચો સાથે આ પ્રકારે જો કોઈ વ્યક્તિ જોડે ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમને 1930 ઉપર સંપર્ક કરવા પણ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભેજાબાજો હવે સરકારી વેબસાઈટમાં ખોટી રીતે લોગો ચેન્જ કરી ઓનલાઈન ફોર્ડ કરી રહ્યા છે. જેના માટે અનેક આ પ્રકારની ફરિયાદ સાયબર ક્રાઈમમાં સામે આવતા સાયબર ક્રાઈમ દ્વારા આ પોસ્ટરો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આપણે જેટલા ડિજિટલ બની રહ્યા છે, તેટલા જોખમો પણ ઉભા થઈ રહ્યા છે. જેને જોતા સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ અવાર-નવાર લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવમાં આવતા હોય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








