હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): ભાવનગરમાં (Bhavnagar) આજે વહેલી સવારથી પંજાબ પોલીસે (Punjab Police) ધામા નાખ્યા છે. પંજાબમાં મોહાલી સાયબર ક્રાઈમમાં નોંધાલી સાયબર ક્રાઈમની (Cyber Crime) ફરિયાદની તપાસમાં પંજાબ પોલીસ ભાવનગર આવી હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાંથી પંજાબ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. આ ત્રણ લોકોની ધરપકડ લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં (Fraud Case) કરવામાં આવી છે. હાલ આ ત્રણ આરોપી અંગે ભાવનગર પોલીસને જાણ કરીને કોર્ટના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈને પંજાબ જવા માટે પંજાબ પોલીસ રવાના થઈ છે. પંજાબ પોલીસ શા માટે ભાવનગર આવી છે અને કેમ ત્રણ આરોપી પકડ્યા છે તે અંગે પંજાબથી આવેલા પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડી સહિતની કલમના કેસમાં પંજાબ પોલીસના તાર ગુજરાત સુધી આવ્યા છે. આજે સવારથી પંજાબ પોલીસની એક ટીમ સુરતમાં અને એક ટીમ ભાવનગરમાં ત્રાટકી હતી. ભાવનગરમાંથી પંજાબ પોલીસે ભોજુભાઈ ભુરા ચોપડા, ઉં 25, રહે તળાજા, જયદીપ વિરેન્દ્ર રાઠોડ રહે. ભરતનગર ભાવનગર અને રવિ સુરેશ વાળા રહે. ધોધા જકાતનાકા ભાવનગરને ઝડપી પાડ્યા હતા. આ આરોપી પૈકી ભોજુભાઈ ગ્રામ પંચાયતનો સભ્ય હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીની ધરપકડ કર્યા બાદ ભરતનગર અર્બન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2021માં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે.
જ્યારે પંજાબ પોલીસની બીજી ટીમે સુરતમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વ્યક્તિ પોતાનું કરંટ એકાઉન્ટ ટકાવારી પર બીજાને વારવા માટે આપતો હોવાનું સુત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ પંજાબ પોલીસે તમામ આરોપીઓના કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને આરોપીઓને પંજાબ લઈ જવા માટે રવાના થઈ છે. પંજાબના મોહાલીમાં એક મહિલા ડોક્ટરે ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે, મહિલા ડોક્ટરના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ ફેડેક્સ કુરિયર કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપીને કહ્યું હતું કે, તમે મુંબઈથી તાઈવાન પાર્સલ મોકલ્યું હતું જેમાં 3 પાસપોર્ટ, 3 ATM, 150 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. જોકે મહિલાએ આવું કોઈ પાર્સલ ન મોકલ્યું જણાવતા કુરિયરવાળાએ કહ્યું હતું કે, તે પાર્સલ પર તામારુ નામ અને આધાર નંબરનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ પાર્સલ મુબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું છે, ત્યારબાદ નાર્કોટિક્સ ડિવિઝન મુંબઈમાં ફોન ટ્રાન્સફર કરવાનું કહીને કોલ ટ્રાન્સફર કર્યો હતો.
નાર્કોટિક્સ ડિવિઝનના વરિષ્ટ અધિકારીની સામેવાળાએ ઓળખ આપીને જણાવ્યું હતું કે, જે પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે તેમાં તમારા નામ અને આધાર નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી તમને પણ ગુનામાં સામેલ કરવામાં આવશે, તમારો આધારનો દુરપયોગ નવાબ ઈસ્લામ મલિક નામના મોટો ગુનેગાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેની પાસે લગભગ 8.5 મિલિયન ડોલર કાળુ નાણું છે, તેના એજન્ટો 300 બેંક એકાઉન્ટ દ્વારા તેના નાણા સફેદ કરવામાં સક્રિય છે, તમારા આધાર અને નામ તેના 3 બેંક સાથે જોડાયેલા છે, જેથી તમારા બેંક ખાતાની રકમના 98 ટકાની ચકાસણી કરવામાં આવશે અને થોડા દિવસબાદ આ રકમ ચકાસણી કર્યા બાદ તમારા ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેથી મહિલાએ 56,94,969 રુપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ બીજા એકાઉન્ટમાંથી 5,17,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ત્રીજા ખાતામાંથી 8.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાએ ઘરે આવીને જાણ કરતાં પરિવારને છેતરપિંડી થઈ રહીવાની જાણ થઈ હતી. જેથી મહિલાએ તરત જ બેંકમાં જઈને છેલ્લે કરેલા ટ્રાન્સફર રૂપિય 8.5 લાખ અટકાવી દીધા હતા અને તાત્કાલિક તેની સાથે થયેલી છેતરપિંડી અંગે મોહાલી સાયબર ક્રાઈમમાં જાણ કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796