Thursday, June 4, 2026
HomeGujaratSuratસુરતમાં સ્કૂલનો સ્લેબ ઉતારતા સમયે બની દુર્ઘટના, બે શ્રમિકના સારવાર દરમિયાન મોત...

સુરતમાં સ્કૂલનો સ્લેબ ઉતારતા સમયે બની દુર્ઘટના, બે શ્રમિકના સારવાર દરમિયાન મોત એક સારવાર હેઠળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) આજે સવારે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં બે શ્રમિકોના મૃત્યુ થયા છે. સવારના સમયે સ્કૂલમાં સમારકાર ચાલી રહ્યું હતું, તે દરમિયાન સ્લેબ ધરાશાયી થતાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચે દટાયેલા 3 લોકોને તાત્કાલિક સારવાર માટે શહેરની સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ દરમયિાન ગંભીર ઈજાના પગલે ટૂંકી સારવાર દરમિયાન બે શ્રમિકના મૃત્યુ થયા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જણાવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં સુરતના કાપોદ્રા ખાતે આવેલી ધારુકાવાલા કોલેજની અંદર આવેલી ડાયમંડ સ્કૂલના ગેટ પાસે સમારકાર ચાલી રહ્યું હતું. જેમાં ત્રણ જેટલા મજૂરો સ્લેબ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્લેબ મજૂરો પર પડતા બૂમાબૂમ થઈ હતી અને ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાને લઈ સ્કૂલના લોકો પણ દોડી આવ્યા હતા અને આ મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરવિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ નીચે દાટાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનાની માહિતી પોલીસને મળતા કાપોદ્રા પોલીસની ટીમ પણ ડાયમંડ સ્કૂલ દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટમાં મોકલી આપ્યા હતા. જોકે ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવાર દરમિયાન બે ઈજાગ્રસ્ત શ્રમિકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું માનવમાં આવી રહ્યું છે.

- Advertisement -

આ ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસ દ્વારા શ્રમિકોના મૃતદેહની ઓળખ કરી શ્રમિક પરિવારજનો જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular