Thursday, June 4, 2026
HomeNationalદેશમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી, PM મોદીએ સતત 10મી વખત લાલ કિલ્લા...

દેશમાં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી, PM મોદીએ સતત 10મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આજે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની (Independence Day 2023) સમ્રગ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ સરકારી અધિકારી અને કર્મચારીઓ પોતાની કચેરી ખાતે તેમજ સ્થાનિકો લોકો દ્વારા પોતાની સોસાયટી અને રહેંણાક વિસ્તારમાં ધ્વજવંદન કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 77માં સ્વતંત્ર પર્વના નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત 10મી વખત દિલ્હીના લાલ કિલ્લા (Red Fort) પરથી દેશને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 90 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે ફરી એકવાર નામ લીધા વિના લાલ કિલ્લા પરથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આજે ભાષણમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વડાપ્રધાને સંબોધન દરમિયાન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી સાથે આગામી 25 વર્ષનો રોડ મેપ તૈયાર થયો હોવાની વાત કહી હતી. તેમણે ભારતના ઈતિહાસનો ઉલ્લેખ કરી પરિવારવાદ, ભ્રષ્ટ્રાચાર, તુષ્ટિકરણ સહિતના મુદ્દે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભ્રષ્ટ્રાચાર દેશને ઉઘઈની જેમ ખોખલો કરી રહ્યો છે. પંરતુ હું ખાતરી આપું છે કે, સરકારની ઝીરો ટોલરન્સ પદ્ધતિ મુજબ ભ્રષ્ટ્રાચારની લડતમાં હું પાછો પડીશ નહીં. ભ્રષ્ટ્રાચાર સામે દિવાલ બનીને અડીખમ લડતો રહીશ. તેમણે કહ્યું કે, પરિવારવાદે દેશને જકડી રાખ્યો છે, લોકોના હક છીનવ્યા છે. દેશના મૂળભૂત ચિંતનને નુકસાન પહોંચડ્યું છે.

- Advertisement -

વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના પૂર્વાત્તર રાજ્યમાં હિંસાનો દોર ચાલી રહ્યો છે. કેટલાક લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે, દેશ મણિપુરની સાથે જ છે અને હવે શાંતિના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામગીરી કરી રહી છે. તેમજ ઘટના મણિપુરમાં થાય છે. તો દુઃખ દેશને થાય છે. તેમણે આજે 96 મિનિટ ભાષણ મોઘવારી, દેશની પ્રગતિ, મણિપુર હિંસા, વિપક્ષ પર પ્રહાર સહિત અનેક મુદ્દા પર બોલ્યા હતા.

ભારત 15 ઓગસ્ટ, 1947 દિવસે આઝાદ થયો ત્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બન્યા હતા. જેમાં તેમના નામે સૌથી વધારે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવાના રેકોર્ડ છે. પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જવાહરલાલ નેહરુએ 17 વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવી દેશના લોકોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ બીજા નંબરે તેમની દીકરી અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. જેમણે 16 વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હવે ત્રીજા નબંરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે જેઓ 10મી વખત સતત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર પ્રધાનમંત્રી બન્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular