નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) પુત્રના હાથે જ માતાની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે હત્યા કરવા પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો. જે માતાએ પેટે પાટા બાંધીને દિકરાને મોટો કર્યો તે જ દિકરાએ પૈસા અને પ્રોપર્ટી માટે (Property Dispute) થઈને માતાનો જીવ લઈ લીધો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઘર પોતાના નામે કરવાની જીદમાં પુત્રએ પોતાની જ માતાનું ઢીમ ઢાળી દીધું છે. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે (Ahmedabad Police) પુત્ર સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંપત્તિ માટે થઈને પરિવારમાં ભંગાણ પડ્તું હોવાની અનેક ઘટનાઓ અત્યાર સુઘીમાં જોઈ હશે. પરંતું અમદાવાદમાં સંપતિ માટે થઈને દિકરાએ પોતાની જ જનેતાનો જ જીવ લઈ લીધો છે. અમદાવાદના બાપુરનગર વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં રહેતા જીવુબેન પરમાર વિધવા હોવાથી તેમના દિકરાઓ સાથે રહે છે. જોકે તેમના ત્રણ દિકરાઓ પૈકી મોટો દિકરાના લગ્ન થઈ જતા તે અલગ રહેવા માટે જતો રહ્યો હતો. જેથી તેમના બે સંતાનો સાથે જીવુબેન રહેતા હતા. જેમાંથી વિનોદ પરમાર નામનો પુત્ર કોઈ કામ-ધંધો કરતો ન હતો.
વિનોદ પરમારને દારૂ પીવાની કુટેવ હોવાથી માતા પુત્રથી કંટાળી ગઈ હતી. સાથે જ જીવુબેનને તેમનો પુત્ર વિનોદ ઘર પોતાના નામે કરવા માટે અવાર-નવાર ઝધડા કરતો હતો. ત્યારે આજે બપોરે ઘર નામે કરવા બાબતે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતાં પુત્ર વિનોદે આવેશમાં આવીને માતાને હથોડીના ઘા માથામાં મારી દીધા હતા. જેના કારણે ઘટના સ્થળે જ માતાનું મૃત્યુ થયું હતું. માતાની હત્યા કર્યા બાદ પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે આસપાસના લોકો ભેગા થઈ જતાં સમગ્ર ઘટનાની જાણ બાપુનગર પોલીસને કરી હતી. બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવતા જીવુબેનના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ બાપુનગર પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો દાખલ કરીને તેની ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Tag: Ahmedabad Crime News Today Gujarati
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








