Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadવીર જવાન મહિલપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીનો થયો જન્મ, બાળકી ઈચ્છશે તો સૈન્યમાં...

વીર જવાન મહિલપાલસિંહ વાળાના ઘરે લક્ષ્મીનો થયો જન્મ, બાળકી ઈચ્છશે તો સૈન્યમાં મોકલીશું: પરિવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad news: આતંકી સાથેની અથડામણમાં શહીદ વહોરનારા વીર જવાન મહિપાલસિંહ વાળાના (Martyr Jawan Mahipalsinh Vala) ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. પરિવાર દ્વારા બાળકીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે. ઘટનાની કરુણતા એવી હતી કે એક તરફ મહિપાલસિંહ વાળા પોતાના દેશની રક્ષા માટે આતંકીઓ સાથે જંગ લડી રહ્યા હતા. ત્યારે બીજી તરફ તેમના પત્ની ગર્ભવતી હતા. મહિપાલસિંહ પોતાના બાળકનું મોઢું જોવે તે પહેલા આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. આ ઘટના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. એક તરફ પરિવારજનો દ્વારા નવા મહેમાનની ખુશીને લઈ તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ મહિપાલસિંહ વાળાની શહીદીના સમાચાર મળ્યા હતા.

વધુ વાંચો : આતંકીઓ સાથે લડતા ગુજરાતનો સપૂત શહીદ: આજે જ બનવાનો હતો પિતા

- Advertisement -

4 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશમીરના કુલગામાના હાલાન જિલ્લામાં પહાડી વિસ્તારોમાં આંતકીઓ છુપાયેલા હોવાની માહિતી સેનાને મળી હતી. જેના પગલે સેનાના જવાનોએ સમ્રગ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન સૈન્ય જવાનો અને આતંકી વચ્ચે સામ-સામે ગોળીબારમાં ત્રણ સૈન્ય જવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના વતની અને અમદાવાદના વિરાટનગર ખાતે આવેલી સદાશિવ સોસાયટીમાં રહેતા વીર જવાન મહિપાલસિંહ વાળાએ પણ શહીદી વહોરી હતી.

એક તરફ મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા અને બીજી તરફ તેમના પત્નીને બાળકનો જન્મ થવાનો હતો. જેને લઈ તેઓ દુનિયામાં આવનનાર પોતાના બાળકનું મોઢું જુએ તે પહેલા વીરગતિ પામ્યા હતા. જે દિવસે શહીદીના સમાચાર મળ્યા ત્યારે પરિવાર સ્તબધ થઈ ગયો હતો. મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ 5 ઓગ્સ્ટના રોજ એર કોર્ગો મારફતે જમ્મુ-કાશ્મીરથી તેમના નિવાસ સ્થાન અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેમની પત્નીએ ભીની આંખે સેલ્યુટ કરી પતિના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપી હતી. પત્નીએ પતિના નિધન બાદ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો કોઈ બાળક જન્મશે તો તેને સૈન્ય મોકલીશું. ત્યાર બાદ આજે તેમના ત્યાં બાળકીનો જન્મ થયો છે. તેમણે કહ્યું છે કે, જો અમારી બાળકી સેનામાં જવાની ઈચ્છા ધરાવશે તો અમે ચોક્કસ તેને દેશની સુરક્ષા માટે મોકલવામાં તૈયાર છીએ.

સલામ છે એ પરિવારને જેણે દેશ માટે પોતાના દીકરાને ગુમાવ્યા છતાં એ જ મક્કમ મનોબળ સાથે પોતાની દીકરીને પણ દેશની સુરક્ષા કરવા માટે સેનામાં મોકલવા તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાસિંહ વાળાની ઉંમર માત્ર 27 વર્ષ હતી અને તેઓ છેલ્લા 8 વર્ષથી ભારતીય સુરક્ષા દળમાં સેવા આપી રહ્યા હતા. 6 મહિના અગાઉ જ મહિપાલસિંહ વાળાની જમ્મુ-કાશ્મીરમાં બદલી થઈ હતી. 4 ઓગસ્ટના રોજ યુવાને દેશ માટે પ્રાણની આહૂતિ આપી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular