Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઆતંકીઓ સાથે લડતા ગુજરાતનો સપૂત શહીદ: આજે જ બનવાનો હતો પિતા

આતંકીઓ સાથે લડતા ગુજરાતનો સપૂત શહીદ: આજે જ બનવાનો હતો પિતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ગઈકાલે શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર (Surendranagar) અને હાલ અમદાવાદના (Ahmedabad) રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા (Mahipalsinh Vala) પણ શહિદ (Martyr) થયા છે. જોકે આજે તેમની પત્નીને ડિલેવરી થવાની હોવાથી તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક તરફ તેમનું સંતાન દુનિયામાં આવવાની તૈયારીમાં છે અને બીજીબાજુ મહિપાલસિંહે દુનિયાને અલવિદા કહી દીધું છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. ઓપરેશન દરમિયાન શુક્રવારે (4 ઓગસ્ટ) સાંજે સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આતંકીઓને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપે શ્રીનગરમાં વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી છે. સવારે 9.30 વાગ્યે નહેરુ પાર્કથી શરૂ થયેલી આ વિજય કૂચ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર સુધી જશે. તે જ સમયે સાવચેતીના ભાગ રૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.

- Advertisement -

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ ગઈકાલે આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા. મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. આજે તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એરકાર્ગો મારફતે અમદાવાદમાં લાવવામાં આવશે.

ઇનપુટ:- હઠીસિંહ ચૌહાણ

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular