Wednesday, April 22, 2026
HomeGujaratJunagadh12 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય લાયબ્રેરીયન દિવસે જાણો જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજની લાઈબ્રેરી...

12 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય લાયબ્રેરીયન દિવસે જાણો જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજની લાઈબ્રેરી વિષે

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. જુનાગઢ: વર્તમાન મોબાઈલના યુગમાં પુસ્તકોનું મહત્વ પહેલાના મુકાબલે ઘટતું જાય છે, તેવું પુસ્તક પ્રેમીને લાગી રહ્યું છે. ડીજીટલના યુગમાં માહિતી માટે લોકો પુસ્તકો કરતાં મોબાઈલનો ઉપયોગ વધુ કરતાં જોવા મળી રહ્યા છે. હકીકતમાં ઈતિહાસની સચોટ અને વિશ્વાસનિય માહિતી ફક્ત પુસ્તકોમાં ઉપલબ્ધ હોય છે, તે અન્ય કોઈ જગ્યા પર નહી મળે. ધણી વખત સોશિયલ મિડીયામાં ખોટી અને અધુરી માહીતી આવતી હોય છે. ત્યારે આજે રાષ્ટ્રીય લાયબ્રેરીયન દિવસે (National Librarians Day) જૂનાગઢની (Junagadh) બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં (Bahauddin Arts College) ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો હેતું અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જુના પુસ્તકોને જાણે અને તેનો ઉપયોગ કરે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં અમુલ્ય કહી શકાય તેવી લાયબ્રેરી (library) આવેલી છે, અહીં અત્યંત દુર્લભ પુસ્તકો સાથે અંદાજે 65 હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે.

આજે 12 ઓગસ્ટ એટલે લાયબ્રેરી સાયન્સના પિતા તરીકે જાણીતા ડૉ. એસ. આર. રંગનાથનના જન્મદિવસને રાષ્ટ્રીય લાયબ્રેરીયન દિવસ તરીકે ઉજવણી કરી તેમને યાદ કરવામાં આવે છે, જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં લાયબ્રેરીયન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજની ઐતિહાસિક લાયબ્રેરીમાં પુસ્તક પ્રદર્શન યોજાયા હતા અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં અમુલ્ય કહી શકાય તેવી લાયબ્રેરી આવેલી છે, અત્યંત દુર્લભ પુસ્તકો સાથે અંદાજે 65 હજારથી વધુ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે, હસ્તલીખીત પ્રતો અને સોનાથી મઢેલા ટાઈટલ વાળા દુર્લભ પુસ્તકોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તકરૂપી અમુલ્ય વારસાને જાણે તથા તેના અભ્યાસમાં ઉપયોગ કરે તે હેતુ લાયબ્રેરીયન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જૂનાગઢ શહેરનું અણમોલ નજરાણું અને નવાબી શાસનકાળ દરમિયાન તત્કાલીન જૂનાગઢના દીવાન બહાઉદ્દીન દ્વારા જે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેની સમય જતા સમગ્ર ગુજરાત અને દેશમાં આગવી ઓળખ પ્રાસ્થાપિત થઇ છે. તેવી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની ઈમારતને રાજ્ય સરકારે હેરિટેજનો દરજ્જો આપેલો છે. અહિયાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટોએ પણ શિક્ષણ મેળવ્યું હતું, ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોષી (ધૂમકેતુ), મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુક્લ, ગિરીજાશંકર આચાર્યએ પણ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular