Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadકેદરાનાથ યાત્રામાં ભૂસ્ખલન થતાં 4 ગુજરાતીઓના કરૂણ મોત

કેદરાનાથ યાત્રામાં ભૂસ્ખલન થતાં 4 ગુજરાતીઓના કરૂણ મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઉત્તરાખંડમાં (Uttarakhand) કેદારનાથમાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. વર્ષના અમુક ચોક્કસ સમય માટે જ આ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવે છે, જેથી આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાંથી લોકો કેદારનાથના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ કેદારનાથની યાત્રા (Kedarnath Yatra) પહાડોમાં થઈને કરવી પડે છે, જેના કારણે ગણી વાર અકસ્માત (landslide) પણ સર્જાય છે અને શ્રદ્ધાળુઓના મૃત્યુ પણ થાય છે. આવી જ એક દુર્ઘટના આજે સામે આવી છે, જેમાં 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને આ ચારેય વ્યક્તિઓ ગુજરાતનાં (Gujarat) હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં રહેતા જીગર મોદી, મહેશ દેસાઈ, કુશલ સુથાર અને તેમના મહેમદાબાદ ખાતે રહેતા મિત્ર દિવ્યેશ પારેખ આમ ચારેય મિત્રો કાર લઈ કેદારનાથ યાત્રા દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ પહાડો પર ડ્રાઈવિંગ કરી રહ્યા હતા, ત્યારે અચનાક સાંજના સમયે પહાડોમાં ભૂસ્ખલન થતાં તેમની કાર કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. ઘટનાને પગલે પહાડના રસ્તા પર વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. દુર્ઘટનાને લઈ SDRF, DDRF અને આર્મીના જવાનો પણ રાહત અને બચાવ કામગીરીમાં દોડી આવ્યા હતા અને રાતભર રેસ્કયૂ ઓપરેશન ચલાવ્યું હતું. ભૂસ્ખલનમાં દટાયેલી કારને ક્રેન મારફતે બહાર કાઢતા કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળ જ મૃત્યુ થયા હતા.

- Advertisement -

આ ઘટનાને લઈ ઉત્તરાખંડ પ્રશાસને મૃતદેહોની ઓળખ કરી મૃતકના પરિવારને જાણ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મૃતકો અમદાવાદ અને મહેમદાવાદના રહેવાસી છે. આ બાબતે પરિવારજનોએ ગુજરાત સરકારને જાણ કરતાં આવતા સરકાર દ્વારા ઉત્તરાખંડથી મૃતકના મૃતદેહો ગુજરાત લાવવા માટે પ્રયાસો હાથધર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા કે કેદારનાથની યાત્રામાં ભૂસ્ખલન દરમિયાન અવાર-નવાર મોટી દુર્ધટના સામે આવતી હોય છે. ત્યારે દર્શન કરવા ગયેલા યુવકોને અકાળે મૃત્યુના સમાચાર મળતા પરિવારજનોમાં શોક જોવા મળી રહ્યો છે.

Tag: Kedarnath landslide, Kedarnath Temple

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular