Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમા 24 કલાકમાં બે લૂંટની ઘટના, અમરાઈવાડી અને શહેરકોટડામાં આરોપીઓએ છરીના ઘા...

અમદાવાદમા 24 કલાકમાં બે લૂંટની ઘટના, અમરાઈવાડી અને શહેરકોટડામાં આરોપીઓએ છરીના ઘા મારીને ચલાવી લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જેવી રીતે લૂંટ અને ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, તે જોતાં સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અવાર-નવાર અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારોમાં ચોરી અને લૂંટની ફરિયાદો નોધાય છે, ત્યારે આજે અમદાવાદમાં એક જ દિવસમાં બે જગ્યાએ લૂંટની ઘટના સામે આવી છે. અમરાઈવાડી અને શહેરકોટડા વિસ્તારોમાં બે લૂંટની ઘટના સામે આવી છે. આ બંને ઘટનાના સંદર્ભે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રથમ ધટનામાં દિલીપ હડિયેલ ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ગઈકાલે બાઈરુખીની ચાલી ખાતે રહેતા તેમના મિત્રને મળવા ગયા હતાં. તેમને મળીને પરત આવતાં પોટલીયા ચાર રસ્તા પાસે તેમના હાથમાં મોબાઈલ હતો. તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા હતાં અને હાથમાંથી બળજબરીથી ફોન ઝૂંટવાનો પ્રયત્ન કર્યો હતી. દિલીપે ત્યાંથી ભાગવા જતાં એક વ્યક્તિએ છરી કાઢીને ડાબા પગના થાપાના ભાગે તથા જમણી બાજુ પીઠના ભાગે મારી હતી. ધટનાને અંજામ આપી આરોપી મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયા હતાં. ઈજા થતા આસપાસના લોકો યુવકને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

બીજી ઘટનામાં અમરાઈવાડીમાં એક યુવક એક્ટિવા ઉભુ રાખીને લઘુશંકા કરવા ઉભો હતો. તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિ આવ્યા અને ‘તારી પાસે જે હોય તે આપી દે’ તેમ કહી છરી બતાવીને ઝપાઝપી કરી હતી. દરમિયાન તેને એક વ્યક્તિએ છરી મારવાનો પ્રયાસ કરતાં ફરિયાદીને હાથ પર વાગ્યું હતું. આ આરોપીઓએ છરીના ઘા કરીને ફરિયાદી રોહન ગેહલોતનું પાકિટ અને મોબાઈલ પડાવીને ફરાર થઈ ગયા હતાં. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular