નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આગામી 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી (lok Sabha elections 2024) યોજવવાની છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષના 26 જેટલા ઈપક્ષી દળોએ એકત્રિત થઈને ભાજપના NDA સામે લડવા માટે INDIA નામનું ગઠબંધન બનાવ્યું છે. ત્યારે આ ગઠબંધનને લઈને ગુજરાતમાં પણ ઈશુદાન ગઢવી (Isudan Gadhvi) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આજે ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ ગુજરાતમાં (Gujarat Congress) પણ સાથે લડશે. કેન્દ્રિય સ્તરે જે ગઠબંધન કરવામાં આવ્યું છે, તેનું પાલન ગુજરાતમાં પણ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીને લઈ કેન્દ્રમાં રહેલી NDAને હરાવવા તમામ વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રીય સ્તરેથી એક જૂથ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટી જાહેરાત કરી છે. જેમા તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા ગઠબંધનની જેમ ગુજરાતમાં પણ આ થિયરી લાગુ કરવામાં આવશે અને આગામી સમયમાં INDIAના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ગુજરાતમાં ભાજપને હરાવવા એકજૂથ થઈને લડશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ઝોન વાઈસ ગુજરાતમાં 26 બેઠકોનું તારણ કાઢવામાં આવશે અને ગઠબંધની થિયરી અપનાવી ભાજપના સૂપડાસાફ કરવા સમ્રગ દેશમાં એક થઈ ચૂંટણી લાદવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2022માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીના કારણોસર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. 2017માં 77 બેઠક જીતનારી કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો પૂરતી સિમિત રહી ગઈ હતી. જેની પાછળ આમ આદમી પાર્ટી દ્વારા મતોનું વિભાજન થયું હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું હતું. ત્યારે આ પ્રકારની સ્થિતિ ફરી ગુજરાતમાં નિર્માણ ન થાય, તેમજ તમામ વિપક્ષી પાર્ટીઓ ભાજપના ભ્રષ્ટ્રાચારને દૂર કરવા એક થઈને લડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ હાલ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જેને લઈ આગામી સમય જ બતાવશે કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે કે પછી એકલા હાથે લડશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








