Thursday, April 30, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરમાં સ્કૂલ બસનો અકસ્માત, ડ્રાઈવરને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો

ગાંધીનગરમાં સ્કૂલ બસનો અકસ્માત, ડ્રાઈવરને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંઘીનગર: Gandhinagar News: ગુજરાતમાં અનેક વાર એવા કિસ્સા સામે આવ્યા છે કે, શાળાએ જતાં બાળકોને લઇ જવા માટે બસ અને રિક્ષામાં ઘેટાં-બકારની જેમ ભરીને લઈ જવામાં આવતા હોય છે અને તેમાં પણ પાછા ડ્રાઈવર્સ આ વાહનો બેદરકારીપૂર્વક ચલાવતા હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે. આવી રીતે અકસ્માતની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, આવા જ એક અકસ્માતની (Accident) ઘટના આજે ગાંધીનગરના (Gandhinagar) સરગાસણમાંથી સામે આવી છે. લાલજી મહરોત્રા લાયન્સ સ્કૂલની એક બસ આજે સવારે સરગાસણ બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસ ચાલકે કાબૂ ગુમાવતાં બસ રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે જઈને ટકરાઇ (School Bus Accident) હતી.

મળતી માહીતી મુજબ, ગાંધીનગરના સરગાસણ બ્રિજના છેડે આજે સવારે ડિવાઇડર કૂદીને સ્કૂલ બસ ધડાકાભેર ઝાડને સાથે જઈને અથડાઈ હતી. જેનાં લીધે બસનો આગળ ભાગ કચડાઈ જતાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમત પછી ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. આ બનાવના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગઈ ગયા હતા. સદનસીબે સ્કૂલ બસમાં બાળકો નહીં હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત પછી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બસની બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે આ બસ લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની હોવાનું સામે આવ્યું હતું. જેનો ડ્રાઈવર આકાશ ઠાકોર સ્કૂલ બસ લઈને નિકળ્યો હતો. જો કે સદનસીબે સ્કૂલ બસમાં વિધાર્થીઓ નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ મામલે હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર જિલ્લા ટ્રાફિક PI જી. કે. ભરવાડે સ્કૂલ બસનાં ડ્રાઇવરોને બોલાવીને ટ્રાફિકના નિયમોનાં પાઠ ભણાવ્યા હતા. તેમ છતાં ગાંધનગરમાં સ્કૂલ બસના ડ્રાઇવરો બેફામ બસ ચલાવી નિર્દોષ બાળકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ મામલે હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular