Sunday, June 7, 2026
HomeGujaratપોરબંદરમાં પીવાલાયક પ્રવાહી સમજી ઝેરી કેમિકલ પી લેતા બે ના મોત

પોરબંદરમાં પીવાલાયક પ્રવાહી સમજી ઝેરી કેમિકલ પી લેતા બે ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પોરબંદર: પોરબંદરમાં (Porbandar) સુભાષનગર વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓએ પીવાલયક પ્રવાહી સમજીને કેમિકલ પી (Toxicant) લેતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓમાં કેમિકલના કારણે ઝેરની અસર દેખાતા હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. બે લોકોના મૃત્યુ થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ (Porbandar Police) વિભાગને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ હોસ્પીટલમાં આવી પહોંચ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત મુજબ, પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત 2 ઓગસ્ટના રોજ પોતાના સાથીઓ સાથે માછીમાર કરવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન માછીમારી કરતા સમયે દરિયામાં તરતો એક સીલબંધ કેરબો તેમનો મળી આવ્યો હતો. તેમણે કેરબો પોતાની બોટમાં નાખી જેટી પાસે બોટ લઈ આવ્યા હતા. આ દરમિયાન તેમણે કેરબામાં શું છે, તે જોવાની જિજ્ઞાશ થતાં તેઓ કેરબો સીલ તોડી ચેક કરતા એક પ્રવાહી મળી આવ્યું હતું. સુરેશભાઈ પ્રવાહીને ચાખી તે કેરબાને પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે તેમના પાડોશી વિઠ્ઠલ પરમાર સાથે તેમજ અન્ય લોકોને બોલાવી કેરબામાંથી પ્રવાહી નીકાળી ગટગટાવી લીધું હતું. ત્યારે અચાનક સુરેશ ભાઈ અને વિઠ્ઠલ ભાઈને ગળામાં બળતરા થવા લાગી હતી અને તેઓને બેચેની થતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. જોકે તેમની સાથે રહેલા અન્ય લોકોએ કેમિકલ પીધું ન હતું માત્ર ચાખ્યું હતું. જેથી તેમને કોઈ વધારે અસર થઈ ન હોતી, તેમ છતાં હાલ તેમને નિરીક્ષણ હેઠળ રાખવામા આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળાટોળા ઉમટી પડ્યા હતા અને બંને બેભાન પડેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

સુરેશભાઈ અને વિઠ્ઠલભાઈ વધુ પ્રમાણ ઝેરી કેમિકલ પી લીધુ હોવાથી તેમના શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું. જેના કારણે ટૂંકી સારવાર દરમિયાન તેમના મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ હોસ્પિટલ તંત્રએ પોલીસને કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ સમ્રગ મામલે તપાસ હાથધરી હતી. જેમાં ઝેરી કેમિકલ ગટગટાવી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જે બાબતે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular