Sunday, April 19, 2026
HomeNationalમણિપુર હિંસામાં સતત બીજા દિવસે સુપ્રિમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને ફટકાર લગાવી…

મણિપુર હિંસામાં સતત બીજા દિવસે સુપ્રિમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને ફટકાર લગાવી…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મણિપુર હિંસાની (Manipur Violence) સુપ્રિમ કોર્ટમાં (Supreme Court)થઈ રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે એવું સૂચન કર્યું કે, હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધિશોની એક સમિતિ ઘડાવી જોઈએ, જે મણિપુરની સ્થિતિ અંગે મૂલ્યાંકન કરે, લોકોનું પુર્નસ્થાપન થાય અને જેમનાં ઘરોને નુકસાન થયું છે તે ઘરો ફરી નિર્માણ પામે અને તપાસ અર્થે જે નિવેદન રેકોર્ડ કરવાના થાય તેની પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે નહીં તે નિશ્ચિત થવું જોઈએ તે પણ કોર્ટે સૂચવ્યું છે.

સુનાવણી દરમિયાન ગઈ કાલની જેમ આજે પણ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ ((CJI dy chandrachud) રાજ્યની પોલીસે ‘ધીમી’ અને ‘ઢીલી’ રીતે કરેલી તપાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટની આ બેચમાં અન્ય બે ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાએ રાજ્યની પોલીસ સંવેદનશીલ કેસોમાં કેવી રીતે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે માટેના વિકલ્પ વિચારવાનું કહ્યું છે. આ અંગે વિશદ્ ચર્ચામાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે મણિપુર હિંસા અંગે ચાલનારી કાનૂની કાર્યવાહીઓને તપાસવા અર્થે હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશોની એક સમિતિ રચવા અંગે વિચાર મૂક્યો છે. આ સમિતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાહતકાર્ય સંબંધિત કેસો, નુકસાનીના વળતર અને હિંસામાં જેઓએ બધું ગુમાવ્યું છે તેમનું પુન:સ્થાપન થાય તે જોવાનો હોય. આ ઉપરાંત સમિતિ સરકાર કયા પગલાં લે છે તે પણ જોવાનું રહેશે.

- Advertisement -

મુખ્ય ન્યાયાધીશે થઈ રહેલી તપાસ વિશે એ પણ મુદ્દો ઉપાડ્યો કે જેઓ મણિપુરથી સ્થળાંતરીત કરીને ગયા છે તેમના નિવેદન યોગ્ય રીતે લેવા જોઈએ અને તેઓ જ્યાં હોય તે સ્થળ તેમના ન્યાય મેળવવા માટે અડચણરૂપ ન બનવું જોઈએ. સુપ્રિમ કોર્ટે મણિપુરના હિંસામાં નોંધાયેલી 6000 એફઆઈઆર માટે ‘સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન’ પર માત્ર આધારીત રહેવાની વાતને અવ્યવહારું ગણાવી છે. સુપ્રિમ કોર્ટે એ વાત પણ ઠોસ રીતે જણાવી કે મણિપુરની હિંસાને લઈને કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના કાર્યવાહી કરવાની વાત કહી છે. આ ઉપરાંત તેની વિસ્તૃત માહિતી અને વિશ્વાસ કેવી રીતે બરકારાર રહે તે જોવાનું રહેશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular