નવજીવન ન્યૂઝ. રોજકોટ: Rajkot News : મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ રાજકોટમાં (Rajkot) PDU કોલેજમાં (PDU Medical College) તો વિદ્યાર્થીઓએ મહિલા પ્રોફેસરને જ ટાર્ગેટ કરતાં 200 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મહિલા પ્રોફેસર સામે અભદ્ર ટિપ્પણી કરી હોવાની ફરિયાદ થઈ હતી, આ ફરિયાદને ગંભીરતાથી લઈને PDU કોલેજના ડીને 200 વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલના MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. 20 જુલાઈના રોજ કોમ્યુનિટી મેડિસિનનો લેક્ચર ચાલી રહ્યો હતો. તે દરમિયાન મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં હતાં. ત્યારે પછળની સીટ પર વિદ્યાર્થીઓ બેઠાં હતાં. તેમને આગળ બેસવાનું કહેવામાં આવ્યું છતાં વિદ્યાર્થીઓએ પ્રોફેસરની વાતને અવગણી આગળ આવ્યા નહીં અને મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.
બાદમાં સમ્રગ ઘટનાની મહીલા પોફેસરે લેખીતમાં જાણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડીન ડૉ. મુકેશ સામાણીને કરી હતી. ફરિયાદ મળ્યા બાદ ડીને તપાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું. અંતે ડીને કડક કાર્યવાહી કરતાં તમામ 200 વિદ્યાર્થી સામે શિક્ષાત્મક પગલું ભરી 15 દિવસ માટે મેડિસિન કોમ્યુનિટી વિષયનો લેક્ચર ન ભરવા એટલે કે આ વિષય માટે 15 દિવસ સસ્પેન્ડ કરવાનો પરીપત્ર કરી આદેશ કર્યો છે. હાલ કોલેજ કે હોસ્ટેલના સંકુલમાં પ્રવેશ ન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં વિદ્યાર્થીઓ આવું ગેરવર્તન કરશે તો કડક પગલાં જરૂર લેવામાં આવશે, તેવી ડીને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન પ્રોફેસરની ફરિયાદ મળતાં ડીન દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ડીન દ્વારા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા નથી અને સાંભળ્યા વગર જ તેમની સામે કાર્યવાહી કરી દેવામાં આવી છે, તેવો આરોપ વિદ્યાર્થીઓ ડીન પર લગાવ્યો છે. જોકે આ અંગે ડીનનું કહેવું છે કે, કદાચ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ પોતાની આ ભૂલ સ્વીકારે એવું કહી શકાય નહીં, તેથી બીજા કોઈ પણ આવી ભૂલ ન કરે અને શીખ મળે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








