Monday, April 20, 2026
HomeGujaratGir Somnathસાસણ ગીરમાં વનકર્મીઓએ માર મારી સિંહને ખવડાવી દેવાની ઘમકી આપી હોવાનો માલધારીનો...

સાસણ ગીરમાં વનકર્મીઓએ માર મારી સિંહને ખવડાવી દેવાની ઘમકી આપી હોવાનો માલધારીનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાસણ ગીર: Gir Somnath News : સાસણ ગીરમાં (Sasan Gir) અવાર-નવાર પશુપાલકો અને વનકર્મીઓ વચ્ચે તકરારની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વન વિભાગના કર્મીઓની વધુ એક દાદગીરીની ઘટના સામે આવી છે. જ્યાં વનકર્મીઓએ (Foresters) માલધારીને (Maldhari) બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. જેમાં માલધારીની ભેંસ જંગલની હદમાં જતી રહેતા વનકર્મીઓ ઉશ્કેરાયા હતા અને માલધારીને માર મારી સિંહને ભેંસો ખવડાવી દેવા ધમકી આપી હતી. જ્યાં માલધારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વનકર્મીઓના આ વલણથી માલધારી સમાજ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

બનાવની વિગત મુજબ, સાસણ ગીર ખાતે આવેલા સફારી દેવળીયા પાર્ક ખાતે ભૂપત માલધારી ભેંસો ચરાવવા ગયા હતા. આ દરમિયાન ભેંસ ચરતા-ચરતા જંગલના હદ વિસ્તારમાં ઘૂસી જતા વનવિભાગના રેન્જ ઓફિસર અને કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને માલધારીને અભદ્ર ગાળો ભાંડી હતી. માલધારીએ ગાળ આપવાની ના પાડતા વનકર્મીઓ ઉશ્કેરાયા હતા અને તેમને માર માર્યો હતો. તેમને ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમજ બીજી વખત ભેંસો અહિયાં આવશે તો ભેંસો સાથે તને પણ સિંહને ખવડાવી દઈશું તેવી ધમકી આપી હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જલંધર ગામમાંથી વન વિભાગે જંગલ વિસ્તારમાંથી 35 જેટલી ભેંસો અનઅધિકૃત પકડીને 13 હજાર દંડ વસૂલ કર્યો હોવાનો માલધારીઓએ આરોપ લગાવ્યો હતો. તેમજ વન વિભાગ દ્વારા માલધારીઓને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા છે. આ ઘટના બાદ માલધારી સમાજના અગ્રણીઓએ વન પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને સાંસદ રાજેશ ચુડાસમા ઉપરાંત વન વિભાગ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular