Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદીઓ હવે ઘરે બેઠા જ ભરી શકશે ટેક્ષ બિલ, હવે AMC આપશે...

અમદાવાદીઓ હવે ઘરે બેઠા જ ભરી શકશે ટેક્ષ બિલ, હવે AMC આપશે આ સુવિધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News : ટેક્નોલોજીના યુગમાં હવે સરકારી તંત્ર પણ ડિજિટલાઈઝ થઈ રહ્યું છે. આજના યુગમાં સામાન્યને જનતાને ઓફિસના ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા સરળતાથી કામ પતાવી શકે તે રીતે સરકારી તંત્ર લોકોને ડિજીટલ સેવા આપવા આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવતા બિલમાં (Tax Bill) જ ક્યુઆર કોડ (QR Code) આપવામાં આપવામાં આવશે, જેથી બિલને સ્કેન કર્યા બાદ સીધા ઓનલાઈન નાણા ચૂકવી શકાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સના બિલ હવે જનતા ઓનલાઈન ભરપાઈ કરી શકશે. આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના ટેક્સના બિલ ત્રણ મહિના વહેલા આપવામાં આવ્યા છે. આ ટેક્સ બિલ બે મહિના પહેલા છપાવવાની કામગીરી કરવામાં આવી છે. આ બિલનું હવે જનતા ઓનલાઈન પેમેન્ટથી કરી શકે તે માટે બિલ પર ટેનામેન્ટ નંબર મુજબ ક્યુઆર કોડ મુકવામાં આવ્યા છે. જેને સ્કેન કર્યા બાદ લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદના કોટ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ છે, જેના કારણે તે સિવાયના અન્ય છ ઝોનના વિસ્તારમાં ટેક્સ બિલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે, કુલ ત્રણ તબક્કામાં બીલની વહેંચણી કરવાની કામગીરી કરવામાં આવશે, જેમાં હાલ પ્રથમ તબક્કામાં બિલની વહેંચણી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ ઓગસ્ટ મહિનાથી બીજા તબક્કામાં બિલ વહેંચણી શરૂ થશે. બીજા તબક્કા બાદ એક ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં ચાલુ વર્ષના ટેક્સ બિલ પહોંચાડવામાં આવશે, સપ્ટેમ્બર મહિના સુધીમાં તમામ મિલકત ધારકોને ટેક્સ બિલ મળી જાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્સ બિલમાં આપવામાં આવેલા ક્યુઆર કોડ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ મોબાઈલ નંબર +91 7567855303 પર Hi લખીને મેસેજ કરશે તો પોતાના ટેક્સ બિલ મેળવી શકાશે અને આપેલી લીંક ઉપરથી નાણાંની ચૂકવણી કરી શકશે. જેથી હવે અમદાવાદીઓને ટેક્સ બિલ ભરવા માટે સિવિક સેન્ટરના ધક્કા ખાવા નહીં પડે અને ઘરે બેઠા જ ટેક્સ બિલ ભરી શકાશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular