નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે (Rajkot Police Commissioner) ટ્રાફિકની વધતી સમસ્યાને (Traffic Issue) લઈ ખાનગી ટ્રાવેલ્સને (Private Bus) રાજકોટના પુનિત પાણીના ટાંકાથી લઈ માધાપરા ચોકડી સુધી પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જે જાહેરનામા બાદ ખાનગી ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોલીસ કમિશનરના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં પોલીસ કમિશનરના આ નિર્ણયને લઈ તેમણે સાંસદ અને ધારાસભ્ય સુધી રજૂઆત કરી હતી. જોકે બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સને તેના નિયત સ્થળે પ્રવેશ ન મળતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ આજે કમિશનરે જાહેરનામાં ફેરફાર કરી બપોરે 2 થી 5 ટ્રાવેલ્સ માટે છૂટછાટ આપતા હજી પણ આ નિર્ણયનો ટ્રાવેલ્સ સંચાલકો વિરોધ કરી રહ્યા છે.
5 દિવસ પહેલા રાજકોટના પુનિત પાણીના ટાંકાથી માધાપરા રોડ સુધી ભારે વાહનને કારણે ટ્રાફિક જામ થતો હોવાની બાબત રાજકોટ પોલીસ કમિશન રાજુ ભાર્ગવના ધ્યાને આવી હતી. જેમાં ખાનગી બસોના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી પોલીસ કમિશનરે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ખાનગી બસો માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી ખાનગી બસો પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ ખનાગી ટ્રાવેલ્સ સંચાલકોએ પોલીસ કમિશનરના આ જાહેરનામનો વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને આ નિર્ણયને રદ કરવામાં આવે તેવી માગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યાર બાદ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જે બેઠકમાં સાંસદ સહિત ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી.
ત્યાર બાદ આજે વિરોધનું વંટોળ જોવા મળતા રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામાના સમયમાં ફેરફાર કરી 2થી 5 માટે ખાનગી ટ્રાવેલ્સમે મંજૂરી આપી છે. જે બાદ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો પોલીસ કમિશનરના આ ફેરફારથી પણ અંસતુષ્ટ છે અને પહેલા આખા દિવસની જેવી પરિસ્થિતિ હતી. તે પરિસ્થિતિ પ્રમાણે મંજૂરી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જો આ બાબતે પોલીસ કમિશનર નિર્ણયમાં ફેરવિચારણા નહીં કરે તો આગામી દિવસોમાં કાયદાકીય લડત સુધી પહોંચવાની તૈયારી ખાનગી ટ્રાવેલ્સ એશોશિયેશન દેખાડી છે.
આ અંગે ખાનગી ટ્રાવેલ્સ એશોસિયેશન પ્રમુખ દશરથ વાળાએ જણાવ્યું હતંા કે, અમને કમિશનરે સમયમાં ફેરફાર કર્યા હોવાના સમાચાર મળ્યા છે. જેમાં અમને આ સમય મંજૂર નથી. અમને સિટીમાં પ્રવેશ નથી જોઈતો, પણ જેવી રીતે પહેલા અમે લોકોને પહેલા પુનિત પાણીના ટાંકાથી લઈ માધાપરા ચોકડી સુધી જેવી છૂટ હતી તેવી છૂટ કરી આપે. આ બાબતે અમે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરીશું. જો અમારી માગણી નહીં સંતોષય તો આગામી દિવસોમાં ગંભીર પગલા લઈશું. તેમજ કાયદા રીતે લડત આપવી હોય તો હાઈકોર્ટ સુધી અમે લડત લડીશું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








