નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) તાજેતરમાં સમઢિયાળા ગામમાં જમીન વિવાદને (Land Dispute) લઈ જૂથ અથડામણમાં બે સગા ભાઈની હત્યાની ઘટના સામે આવી હતી. તે ઘટનાની શાહી હુજ સુકાઈ નથી, ત્યારે વધુ એકવાર જમીન મનદુઃખમાં 18 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ ફરિયાદીએ પોલીસને (Surendranagar Police) કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાની ઘટનાને પગલે 6 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથધરી છે.
આ પણ વાંચો : ‘અમે કાઠી દરબાર છીએ આ જમીન અમારા બાપની છે’ કહી સુરેન્દ્રનગરમાં દલીત પરિવાર પર હુમલામાં બેના મોત
ફરિયાદી પરબત મકવાણાના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગરના વડગામમાં તેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ તેમના પિતા પાસેથી ગામના એક વ્યક્તિએ ઓછા ભાવે ખેતર બળજબરીથી ખરીદી લેતા તે બાબતને લઈ મનદુઃખ ચાલતું હતું. ગઈકાલે ફરિયાદીની માતા તેમના વેચી દીધેલા ખેતરમાં નાગદેવતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જે બાબતની જાણ ખેતર માલિકના પુત્રને થતાં તે ખૂબ ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરવા ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો.
ફરિયાદીના ઘરે બ્રેઝા કારમાં 5થી 6 જેટલા લોકો લાકડી, ધરિયા અને તલવાર સાથે આવ્યા હતા. જેમાંથી એક આરોપીએ કહ્યું હતું કે, તમે લોકોએ અમને ખેતર વેચી દીધું છે. તેમ છતાં અમારા ખેતરમાં કેમ આવો છો? તેમ કહી ફરિયાદીની માતાને ગાળો બોલવા લાગ્યા હતા. જ્યાં ફરિયાદીના ભત્રીજા રાહુલે ગાળ બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાયા હતા અને રાહુલને ઘરમાંથી ઢસડીને બહાર કાઢી તલવાર અને ધારિયા માથા તેમજ શરીરના ભાગે માર્યા હતા. રાહુલને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને 108 એમબ્યુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે દસાડાના આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો. જોકે રાહુલની તબિયત વધુ બગાડતા તેને વિરમગામની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ ફરિયાદીએ પોલીસને કરતા દસાડા પોલીસ (Dasada Police) અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગામમાં કોઈ શાંતિ ન ડહોળાય તે માટે સમ્રગ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. આ મામલે પોલીસે જયદેવ ગીરીશ ડોડિયા, કુલદીપ પસા ડોડિયા, અજય ડાહ્યા વઢેર, કુબેર ખેખર ડોડિયા અને નિતા ડોડિયા સામે હત્યા સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથધરી છે.
Tag: Surendranagar News, Surendranagar Crime News, Murder in Surendranagar
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








