Wednesday, April 22, 2026
HomeGujaratપાટણમાં જૂથ અથડામણ મામલે પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ, વીડિયો થયો વાયરલ

પાટણમાં જૂથ અથડામણ મામલે પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ, વીડિયો થયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: પાટણના (Patan) બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવા મુદ્દે ગઈકાલે રાત્રિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણની (Group Clash) ઘટના બની હતી. જેમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા જૂથ અથડામણની ઘટના બની હતી. જ્યાં કેટલાક લોકો દ્વારા પાઈપ, લાકડી અને ધારિયા સહિતના હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાતા સ્થાનિક પોલીસની સાથે પોલીસની જુદી-જુદી એજન્સી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતને નિયંત્રણમાં લીધી હતી. તેમજ અન્ય વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતરી દેવામાં આવ્યા છે. જે મામલે બાલીસણા પોલીસે 12 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાલીસણા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા જેવી સામાન્ય બાબતે બે સમુદાય વચ્ચે જૂથ અથડામણના પગલે સમ્રગ પાટણ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેને લઈ સામે-સામે ટોળાએ હુમલો કરતા પોલીસે આ મામલે 12 જેટલા લોકો સામે ગુનો નોંધી કેટલાક આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે અનેક વાર ટકોર કરી હોવા છતાં પોલીસે (Patan Police) આરોપીઓના હાથમાં દોરડા બાંધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. તેમજ હજી જૂથ અથડામણ સંડોવાયેલા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

- Advertisement -

હાલ પોલીસ દ્વારા આરોપીની એક બાદ એક ધરપકડ કરી વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથધરવામાં આવ્યા છે. તેમજ LCB અને SOG સહિતની પોલીસ ટીમ દ્વારા પાટણના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને બંને સમુદાય દ્વારા સામે-સામે મારામારની ફરિયાદન નોંધવતા પોલીસે આ મામલે બંને સમુદાયની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસ દ્વારા જાહેરમાં આરોપીને સરઘસ કાઢવામાં આવતા ફરી એકવાર પોલીસની કામગીરી વિવાદોમાં આવી છે. સરઘસ કાઢવાની બાબતે હાઈકોર્ટ અનેક વખત પોલીસ વિભાગને ટકોર કરી ચૂકી છે. છતાં પોલીસ વિભાગ અવાર-નવાર હાઈકોર્ટના નિયમો ઘોળીને પી જાય છે અને પોલીસ કોર્ટને અવગણી પોતે આરોપીને સજા આપવા લાગે છે. જોકે સજા કરવાનું કામ કોર્ટનું છે પણ હવે પોલીસ જ આ બાબતે કોર્ટ બની હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular