નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ પહેલા બાપુનગર કાકડિયા હોસ્પિટલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં આંગડિયા પેઢીના મેનેજર પૈસાને લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રણ જેટલા લૂંટારાઓ બાઈક પર આવીને જમીન પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ મેનેજરના હાથમાં રહેલી 46 લાખની રોકડ રકમની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની (Ahmedabad Crime Branch) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 20 દિવસ બાદ હ્યમુન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અધારે સમ્રગ લૂંટનો ભેદ (Loot Case) ઉકેલી ત્રણ લૂંટારાઓની ધરપકડ કરી લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
બાપુનગર વિસ્તારમાં થયેલી લૂંટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, બાપુનગરમાં આંગડિયા પેઢીના મેનેજર પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર લૂંટારાઓ C.T.M ચાર રસ્તા એક્સપ્રેસ હાઈવે જતા સર્વિસ રોડ પાસે આવેલી બાપા સીતારામ ફાસ્ટફૂડ પાસે ઉભા છે. જે બાતમીન અધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડી ત્રણ લૂટારાઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં રાહુલ ઉર્ફે નકટો જે લૂંટ કરનાર મુખ્ય સૂત્રધાર છે. તેની પાસેથી ખિસ્સામાંથી 25 હજાર અને બેગમાંથી 4 લાખ જેટલી રોકડ રકમ મળી હતી, ગૌરવ રાજેશ હુડ્ડા તેના ખિસ્સામાંથી 50 હજાર અને બેગમાંથી 1 લાખ રોકડ મળી આવી હતી અને સુનિલ ઉર્ફે બાલી જેના ખિસ્સામાંથી 50 હજાર અને બેગમાંથી 50 હજાર મળી આવ્યા હતા. ત્રણેય આરોપીઓ મૂળ દિલ્હી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર એ. ડી. પરમારે જણાવ્યું હતું કે, બાપુનગરમાં મેનેજર પાસેથી 46 લાખ રૂપિયાની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને CTM ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. જેમાં 6 લાખ 81 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. ત્રણેય આરોપીઓએ લૂંટ કરતા પહેલા આંગડિયા પેઢીના મેનેજરની રેકી કરી હતી. રેકી કર્યા બાદ શહેરકોટડા વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરી લૂંટમાં મોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો. ત્રણ આરોપી મૂળ દિલ્હીના છે, જેમા મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ ગુપ્તા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેના પર અગાઉ પણ દિલ્હી લૂંટના ગુના નોંધાયેલા છે. આરોપી દિલ્હીથી લૂંટ કરવા ગુજરાત આવતા હતા અને લૂંટ કરી પાછા દિલ્હી ભાગી જતા હતા. જોકે ફરી એકવાર લૂંટ કરવાના ઈરાદે અમદાવાદ આવતા ક્રાઈમ બ્રાંચે તેમને દબોચી પાડ્યા છે. આરોપી લૂંટના પૈસા આંગડિયા મારફતે દિલ્હી મોકલી દેતા હતા. ક્રાઈમ બ્રાંચે હાલ ત્રણ લૂંટરાઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








