Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadદુષ્કર્મના કેસમાં હાઇકોર્ટ: આરોપી નબળા પુરાવા હોવા છતાં 13 વર્ષ જેલમાં વિતાવી...

દુષ્કર્મના કેસમાં હાઇકોર્ટ: આરોપી નબળા પુરાવા હોવા છતાં 13 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) દુષ્કર્મના કેસ (Rape Case) પર બે દિવસ પહેલા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, લગ્ન કે અન્ય કોઈ લાલચ આપી યુવક કે યુવતીએ સહમતી સાથે શારીરક સંબંધો બાંધે છે તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય. ત્યારે આજે ફરી હાઇકોર્ટના જેમાં જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એમ.આર. મેંગડેની બેચે દુષ્કર્મના કેસ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : પુખ્તવયના બે લોકોએ સહમતિથી બાંધેલા સબંધોને દુષ્કર્મ ન કહેવાય, અમદાવાદના એક કેસને લઈ ગુજરાત હાઈકોર્ટ આપ્યો ચુકાદો

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટમાં આજરોજ અમરેલીના (Amreli) એક દુષ્કર્મના આરોપીઓને સજા મામલે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, “આ કેસમાં અમરેલી કોર્ટ દ્વારા જે પુરાવા ચકાસવામાં આવ્યા છે તેમાં ક્ષતિઓ જોવા મળે છે. કારણ કે મહિલાની ફરિયાદ મુજબ જો 4 વ્યક્તિઓએ 6 વખત મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોય તો મહિલાના ગુપ્તાંગના ભાગે ઇજાઓ પહોંચી હોય, પરંતુ આ કેસમાં મેડિકલ રિપોર્ટમાં એવું કઈ સામે આવ્યું નથી.” મહત્વની વાત છે કે આ કેસમાં મહિલાનો આરોપ હતો કે 4 આરોપીઓ દ્વારા 6 વખત દુષ્કર્મ આચરી મહિલાના પતિને બાંધી મોબાઈલ ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે કેસમાં અમરેલીની કોર્ટે આરોપીઓને સજા સંભળાવી હતી અને આરોપી ગોવિંદ પરમાર સમગ્ર મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે અવલોકન કરી કેટલીક મહત્વની ટિપ્પણીઓ કરતા ગુજરાત સરકારને પણ સૂચના આપતા કમિટિની રચના કરવા જણાવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટે અમરેલીના કેસની સુનાવણીમાં ચૂકાદો આપતા અમરેલી કોર્ટના ચૂકાદાને રદ કરી બે આરોપીને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, આરોપી ગોવિંદ પરમાર અને વિરલ પરમાર 13 વર્ષ સુધી સજા ભોગવી ચૂક્યા છે સાથે જ ગુજરાત સરકારને સૂચન કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના અન્ય કેસો કે જેમાં અપુરતા મુલ્યાંકન અને રજૂ કરેલા પુરાવા પર શંકાના આધારે દોષિત ઠેરવાયેલા કેસોની ઓળખ કરવા માટે એક કમિટિની રચના કરવામાં આવે. હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, નબળા પુરાવા હોવા છતાં અરજદાર 13 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં વિતાવી ચૂક્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular