Friday, June 5, 2026
HomeGeneralગુજરાતમાં રખડતા ઢોરના કારણે વધુ એક વૃદ્ધનું મૃત્યુ, હાઈકોર્ટની ટકોર બાદ પણ...

ગુજરાતમાં રખડતા ઢોરના કારણે વધુ એક વૃદ્ધનું મૃત્યુ, હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રનું ઉદાસીન વલણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં રખડતા ઢોર જાણે કે યમરાજ બની ફરી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) આકરા વલણ બાદ પણ રખડતા ઢોરની (Stray Cattle) સમસ્યા ઠેરને ઠેર જોવા મળી રહી છે. અવાર-નવાર હાઈકોર્ટ દ્વારા સરકાર અને મહાનગર પાલિકા તેમજ નગરપાલિકાને કડક નિર્દેશ આપવામાં આવે છે. ત્યારે થોડા સમય માટે કામગીરી દેખાડા પૂરતી થાય છે. પછી મામલો ઠંડો પડતા જેવી હતી ટવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. શહેરમાં તો ઠીક પણ ગામડાઓમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જે હદે વધ્યો છે. તેને લઈ લોકો દરરોજ રખડતા ઢોરની અડફેટે આવી જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક વૃદ્ઘનું મૃત્યુ થયું હોવાના અહેવાલો જામનગરથી (Jamnagar) સામે આવી રહ્યા છે. વૃદ્ધના મૃત્યુના પગલે પરિવારજનોએ નગરપાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત છે. વુદ્ધ ગઈકાલે શાક માર્કેટમાં ગયા હતા, તે દરમિયાન ઢોરની અડફેટે આવતા આ દુર્ધટના બની હતી. જેમનું આજે ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ, ગતરોજ જામનગરની જોડિયા ગામમાં રહેતા ગોપાલભાઈ નામના વૃદ્ધ શાક માર્કેટ પાસે જરૂરી કામથી ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે જ્યારે ગોપાલભાઈ શાક માર્કેટમાં ઉભા હતા, ત્યારે એક વિફરેલા ઢોરે ગોપાલ ભાઈને જોરદાર ભેટી મારી હતી. જેના કારણે તેઓ હવામાં ફંગોળાઈ જમીન પર પટાકાયા હતા. જેને લઈ તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ગોપાલ ભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ તેમની મદદે દોડી આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલેન્સ મારફતે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે રાત્રિ દરમિયાન તેમની તબિયત વધુ લથડતા તેમની જામનગર હોસ્પિટલથી રાજકોટની સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. આજે સિવિલ હોસ્પિટલમાં સવારે સારવાર દરમિયાન ગોપાલભાઈનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ગોપાલભાઈની સાથે તેમના પરિવારજનો પણ હાજર હતા. જ્યારે તેમના મૃત્યુના સમાચાર મળતા પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. તેમજ તંત્રની ઉદાસીનતાભરી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી આક્ષેપો કર્યા હતા.

- Advertisement -

ગોપાલભાઈના પત્નીએ આ બાબતે નગરપાલિકાના બેદરકાર તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. આ બાબતે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં ગામમાં કોઈ ધ્યાન આપતું નથી. જેના કારણે મારા પતિનું મૃત્યુ થયું છે. જેના કારણે અમારા પરિવારનો માળો વિખેરાયો છે. તેમજ તેમણે ભવિષ્યમાં કોઈ અન્ય લોકોનું રખડતા ઢોરના કારણે મૃત્યુ ન થાય તે માટે નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular