તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સરકાર દ્વારા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકને સરળ, ઝડપી અને સુરક્ષિત વાહન વ્યવહાર મળી રહે તે માટે સરકારી બસો ચલાવવામાં આવતી હોય છે. કોઈ પણ નાગરિક ઓછા ભાડામાં કોઈ પણ સ્થળે મુસાફરી કરી શકે તે આ સરકારી બસો (ST Bus) ચલાવવાનો મુખ્ય હેતુ હોય છે, પરંતુ જ્યારે આ બસોના ડ્રાઈવર એ કંડક્ટર પોતાની મનમાની કરવા લાગે ત્યારે તે જ લોકો હેરાન થાય છે, જેમના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનાં (Ahmedabad) મુસાફરોની એક ફરિયાદ છે, પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
રોજબરોજ નોકરી માટે બસનો ઉપયોગ કરતાં કેટલાક મુસાફરોનો આક્ષેપ છે કે, ગુજરાત વિદ્યાપીઠ નજીક આવેલા બસ સ્ટેશન પર બસનું સ્ટોપ હોવા છતાં બસ આવતી નથી, કારણ કે જ્યારથી ઇન્કમટેક્સ આગળ ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, ત્યારથી બધી બસો બ્રિજ ઉપરથી જ પસાર થઈ જાય છે. જેના કારણે નીચે બસ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને હલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશનથી બસ પાલડી અને ઈન્કમટેક્ષ ચાર રસ્તે થઈ ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફ જાય છે. આ રુટ પર એક સ્ટોપ ગુજરાત વિદ્યાપીઠ પણ છે. પરંતુ બસો બ્રિજ ઉપરથી પસાર થઈ જતાં વિદ્યાપપીઠ આગળ રાહ જોતાં મુસાફરોને બસ મળી શકતી નથી. આ અંગે GSRTC વિભાગને મુસાફરોએ અનેક વાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બસો બ્રિજ ઉપરથી જ પસાર થાય છે.
જ્યારે આ અંગે ડેપોના કર્મચારીઓને ફરિયાદ કરવામાં આવે તો તેવો જવાબ મળે છે કે, બસ તો બ્રિજ નીચેથી જ જાય છે. આમ ડેપો પર કઈક જવાબ મળે છે અને વાસ્તવિક્તા કઈક અલગ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ અંગે જ્યારે નવજીવન ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા ગીતામંદિર બસ ડેપોમાં કંટ્રોલ નંબર પર વાત કરવામાં આવી તો ત્યાં હજાર કર્મચારી પરેશે જણાવ્યું હતું કે, “બીજા ડેપોની બસ અહિયાંથી નિકળી ઈન્કમટેક્ષથી પસાર થાય છે. બસના દરેક ડ્રાઈવર અને કંડક્ટરને બ્રિજ નિચેથી બસ લઈ જવાની મોખીક સુચના તો આપવામાં આવી જ છે, તેમજ ગીતામંદિર ડેપો પર બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. તેમ છતાં આવી કોઈ પણ ઘટના જો મુસાફરોના ઘ્યાને આવે તો તેઓ બસના નંબરનો ફોટો પાડી જે તે ડેપોના ડેપો મેનેજરને મોકલે જેથી તે બસના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








