Tuesday, August 11, 2026
HomeGujaratBhavnagarભાવનગર: તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળાનો જેલ યોગ હાલ પુરતો થયો ખતમ

ભાવનગર: તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળાનો જેલ યોગ હાલ પુરતો થયો ખતમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહે કરેલા ડમીકાંડના (Dummy Kand) ઘટસ્ફોટ બાદ તેઓ પોતે જ તોડકાંડના આરોપી બની જતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. યુવરાજસિંહની તોડકાંડ (Yuvrajsinh Todkand Case) મામલે ધરપકડ બાદ તેમના બંને સાળા શિવરાજસિંહ ઉર્પે શિવુભા અને કાનભાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બંને પાસેથી મોટી રકમ પણ રિકવર કરી હોવાની વિગતો પોલીસે જાહેર કરી હતી. ત્યારે આ કેસમાં સંડોવાયેલા આરોપી શિવુભાના (Shivubha) જામીન આજરોજ મંજૂર થયા છે.

ડમીકાંડની તપાસ કરી રહેલી ભાવનગર પોલીસે (Bhavnagar Police) બિપીન ત્રિવેદીના યુવરાજસિંહ પર તોડકાંડના આરોપ મામલે તેની પણ તપાસ શરૂ કરી હતી. જે તપાસ માટે પોલીસે યુવરાજસિંહને સમન્સ મોકલી પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી. બાદમાં યુવરાજસિંહ વિરૂધ્ધ કેટલાક પુરાવાઓ મળી આવતા પોલીસે તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવી હતી. બાદમાં તેમના બંને સાળા શિવુભા અને કાનભાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બે મહિના કરતા વધુ સમય બાદ આજરોજ ગુરૂવારે ભાવનગર સેસન્સ કોર્ટે શિવુભાના જામીન મંજૂર કર્યા છે.

- Advertisement -

મહત્વની વાત છે કે અગાઉ યુવરાજસિંહના સાળા કાનભાના જામીન મંજૂર થતા તેઓ પણ હાલ જામીન મુક્ત છે. જ્યારે હવે શિવુભાના જામીન કોર્ટે મંજૂર કરતા તેઓ પણ જેલ મુક્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તોડકાં મામલે યુવરાજસિંહ જાડેજા હજુ પણ ભાવનગર જેલમાં કેદ છે આમ બંને સાળા સહિતના આરોપીઓના જામીન મંજૂર થતા તેઓ પણ જામીન અરજી કરી જેલ મુક્ત થવાના પ્રયાસ કરી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular