Saturday, April 18, 2026
HomeGeneral'તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ પર જીવતો પાછો ફરી શક્યો':...

‘તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ પર જીવતો પાછો ફરી શક્યો’: PM મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું

- Advertisement -

નવજીવન. પંજાબઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં ખામીઓ સામે આવી છે. ભટિંડા એરપોર્ટ (Bhatinda Airport)થી ફિરોઝપુર જતા રસ્તામાં રસ્તા માર્ગે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. આ કારણે પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયો હતો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મોદી ભટિંડા એરપોર્ટ પર પાછા આવ્યા હતા અને અધિકારીઓને કહ્યું હતું કે, “ભટિંડા એરપોર્ટ પર જીવતા પાછા ફરવા માટે તમારા મુખ્યમંત્રીનો આભાર. ‘

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડા પ્રધાનની સુરક્ષામાં “ગંભીર ભૂલ” ગણાવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગંભીર ખામી બાદ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને જવાબદારી નક્કી કરવા અને ભૂલ માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે વડા પ્રધાન ભટિંડાથી હુસૈનીવાલા ખાતેરાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઈ રહ્યા હતા.

- Advertisement -



ફિરોઝપુરમાં આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “વડા પ્રધાન તમને બધાને મળવા માંગતા હતા પરંતુ કોઈ કારણસર તેઓ આજે અમારી વચ્ચે આવી શક્યા નથી. પ્રધાનમંત્રીને તમને બધાને મળવાની ખૂબ ઇચ્છા હતી. તેમણે કહ્યું છે કે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો નથી પરંતુ મુલતવી રાખવામાં આવ્યો છે.’

બે વર્ષના અંતરાલ બાદ મોદી આજે પંજાબ પહોંચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ્દ થયા પછી રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ કાયદાઓને લઈને લગભગ એક વર્ષ સુધી દિલ્હીની સરહદો પર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular