Thursday, September 10, 2026
HomeGeneralકોરોનાના ભય વચ્ચે ગુજરાત હાઇકોર્ટે ભર્યા તકેદારીના પગલા, તમામ બીન જરૂરી એન્ટ્રીઓ...

કોરોનાના ભય વચ્ચે ગુજરાત હાઇકોર્ટે ભર્યા તકેદારીના પગલા, તમામ બીન જરૂરી એન્ટ્રીઓ બંધ

- Advertisement -

નવજીવન. અમદાવાદ: ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેટલાક અગત્યના નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોના વધતા કેસના કારણે તકેદારીરૂપ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજથી ગુજરાત હાઇકોર્ટમાં ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્ટમાં પ્રવેશ માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

કોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદની નીચલી કોર્ટ્સને પણ આ નિયમોનું પાલન કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોર્ટમાં જો જરૂરી ન હોય તો પક્ષકારોને કોર્ટમાં ન બોલાવવાની સૂચના અવામાં આવી છે. જો કોઈ વકીલ હજાર ન હોય તો તેમનો કેસ પણ ન ચલાવવો તેવી પણ સૂચના આપવામાં આવી છે.

- Advertisement -



ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાનું સંક્રમણ વધતા કોર્ટમાં કેસ ચલાવવાનું બંધ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન કેસ ચલાવવામાં આવતા હતા ત્યાર બાદ 17 મહિના પછી ઓગસ્ટ 2021થી જ કોર્ટમાં કેસ ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા આ પગલાં સરાહનીય છે. ગુજરાત સરકારે પણ ત્રીજી લહેરને રોકવા માટે આગોતરી તૈયારીઓ કરવી જોઈએ અને યોગ્ય નિર્ણય કરવા જોઈએ.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular