Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતના ઉધનામાં વીજ કરંટથી એક યુવકનું મોત, વરસાદના કારણે ગેસ લાઇનમાં આવ્યો...

સુરતના ઉધનામાં વીજ કરંટથી એક યુવકનું મોત, વરસાદના કારણે ગેસ લાઇનમાં આવ્યો કરંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સુરતમાં છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે. ચોમસા દરમિયાન કરંટ લગાવાની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે અનેક લોકોને જીવ ગુમાવાનો વારો આવે છે. આવી જ કરૂણ ઘટના સુરતના (Surat) ઉધના વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં બની છે, ગેસની પાઈપલાઈનમાં કરંટ આવી રહ્યો હતો, તે દરમિયાન યુવકે તેને અડતા જોરદાર કરંટ (Electric Current) લાગ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ભરવરસાદમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો પ્રદીપ કુમાર ઉત્તરપ્રદેશથી સુરત રહેવા આવ્યો હતો. તેના તાજેતરમાં લગ્ન થયા હતા. પ્રદીપ તેની પત્ની સાથે સુરતમાં રહી સિલાઈ મશીનનું કામ કરતો હતો. સુરતમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યું છે. પ્રદીપની સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતા કરંટ ગેસની પાઈપલાઈનમાં ઉતરી ગયો હતો. તે દરમિયાન પ્રદીપ ગેસ ચાલુ કરવા માટે જતા તેને કરંટનો જોરદાર ઝટકો આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. ઘટનાને લઈ પ્રદીપની બહેનો ગભરાઈ ગઈ હતી અને તેણે આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. લોકોએ એમ્બ્યુલેન્સ મારફતે પ્રદીપને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રદીપને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

પ્રદીપના મૃત્યુની જાણ બહેનોએ વતનમાં રહેતા પરિવારને કરતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. ભાઈના મૃત્યુથી બંને બહેનોનું હોસ્પિટલમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. જેના કારણે હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular