Tuesday, June 23, 2026
HomeGujaratSuratસુરતમાં દોઢ મહિના પહેલા 118 કરોડ ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો, કોના...

સુરતમાં દોઢ મહિના પહેલા 118 કરોડ ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો, કોના બાપની દિવાળી?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: અમદાવાદ બાદ હવે સુરતમાં (Surat) ફ્લાયઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. દોઢ મહિના અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલા વેડ વરિયાવ બ્રિજ (Ved – Variyav River bridge) પર પ્રથમ વરસાદમાં જ ગાબડા તેમજ તિરાડો પડવાની ઘટના સામે આવી છે. જેને લઈ ફ્લાયઓવર બ્રિજમાં મોટું કૌભાંડ (Corruption) થયું હોવાની આશંકા શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. જો બ્રિજની ઉંડાણપૂર્વક તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે. બ્રિજ બેસી જવાની જાણ અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક બ્રિજ પાસે દોડી આવ્યા હતા અને કોન્ટ્રકટરનું કૌભાંડ છુપાવવા બ્રિજ પર થીગડા મારવાની કામગીરી હાથધરી હતી. વેડ વરિયાવ બ્રિજ પર મોટી સંખ્યામાં ભારે વાહનનોની અવરજવર થતી હોય છે. પરંતુ જે તે સમયે બ્રિજની કામગીરી સામે કોર્પોરેશન (SMC) અધિકારીઓએ તપાસ કરી હોય તો દોઢ મહિનામાં જ બ્રિજની દયનીય સ્થિતિ કેવી રીતે બની આ તમામ પ્રશ્વનો ઉઠી રહ્યા છે.

સુરતના 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનું દોઢ મહિના પહેલા ભાજપના સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે હજારો વાહનચાલકોએ બ્રિજની ભેટ મળતા ટ્રાફિકથી મુક્તિ મળી હતી, પરંતુ ગતરોજથી સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદથી બ્રિજની હાલત ખૂબ જ દયનીય બની છે. જેમાં સ્પષ્ટ બ્રિજમાં તિરોડા જોવા મળી રહી છે. કોન્ટ્રકટરે હલકી ગુણવત્તાનો માલસમાન વાપર્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. શું સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રકટર અને બ્રિજની તપાસ કરતા અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે કે પછી તેમની સામે દેખાડી પૂરતી કાર્યવાહી કરી લોકોને મુર્ખ બનાવાશે તે તો હવે આગામી સમય જ બતાવશે.

- Advertisement -

બ્રિજ બેસી જવાની તેમજ તિરાડો પડવાાની ઘટનાની જાણ સુરતન મહાનગર પાલિકાઓના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક બ્રિજ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રકટરના કૌભાંડને છુપાવવા થીગડા મારવાની કામગીરી હાથધરી હતી. 8 મીટર જેટલો બ્રિજનો ભાગ બેસી ગયો છે, જેના કારણે બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. સવારથી સુરતમાં પાણી ભરાઈ ગયેલા જુદા-જુદા વિસ્તારોમાં સુરતના મેયર મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના બનતા તેઓ ત્યાં ફરક્યા પણ ન હતા.

બીજી તરફ બ્રિજની નબળી કામગીરીને લઈ સુરતના વિપક્ષનેતા ધર્મેશ ભંડેરી સત્તાપક્ષ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, આ મનપાની ખૂબ મોટી બેદરકારી છે. 1 જનતાના પરસેવાની કમાણીના 118 કરોડ પાણીમાં ગયા છે. બ્રિજ બન્યાને દોઢ મહિના જેટલો સમય થયો અને સામાન્ય વરસાદમાં જ બ્રિજ બેસી જાય એ અધિકારીઓ અને કોન્ટ્રકટરોની મિલીભગતથી અચારેલો ભ્રષ્ટાચાર છે. મહાનગર પાલિકા દ્વારા બ્રિજના નિરીક્ષણ માટે PMC TPIને એક-એક ટકો રૂપિયો આપી નિરીક્ષણ માટે કામ સોંપવામાં આવે છે અને નિરીક્ષણ કંપનીઓ દ્વારા ભાજપને મસમોટો ફંડ આપવામાં આવે છે. એટલા માટે વારંવાર એમને કામ મળતું હોવાનો દાવો વિપક્ષ નેતાએ કર્યો છે. TPI અને PMC પાસે બ્રિજમાં થયેલી નુકશાનની બેદરકારી બદલ વસૂલાત કરવા માગણી કરી છે. તેમજ કોન્ટ્રકટરે PMC અને TPI સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular