નવજીવન ન્યૂઝ. અમરેલી: ગુજરાતમાં જાણે હત્યાની ઘાટનો સામાન્ય થઈ ગઈ હોય તેમ રોજ હત્યાઓની ઘટના સામે આવી રહી છે, હવે ગુજરાતમાં નજીવી બાબતે પણ હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે અમરેલીમાં (Amreli) એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અમરેલીમાં ખાંભા ગામમાં એક વાડીમાં એક યુવક અને તેની માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસે (Khambha Police) હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક જાણકારી મુજબ આરોપી વાડીમાં યુવક અને તેની માતાને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને હત્યા કરીને ભાગી ગયો હતો, ત્યાર બાદ બાજુની વાડીના ખેડૂત જીતેન્દ્ર ભાઈની ધ્યાન પડતાં લોહીલુહાણ હાલતમાં બે મૃતદેહ વાડીમાં પડ્યા હતા. આ આંગે તેમણે તાત્કાલિક પોતાના ગામના સરપંચને જાણ કરી અહતી અને સરપંચે પોલીસનો સંપર્ક કરતાં ખાંભા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા.
ફરિયાદી જીતેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, તેઓ તેમની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે પાણીની મોટર ચાલુ કરી હતી અને પાણી જોવા માટે બાજુમાં આવેલી સુરેશભાઈની વાડીએ પહોંચ્યા હતા. જ્યાં સુરેશ ભાઈ અને તેમની માતા દુધીબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે ફરિયાદી પણ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક આ બાબતે તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. જેના પગલે સરપંચ પણ બનાવસ્થળે દોડી આવ્યા હતા બંનેનું મૃત્યુ નિપજ્યું હોવાના પગલે સરપંચે પોલીસને જાણ કરતા ખાંભા પોલીસની ટીમ બનાવસ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે કે, યુવક અને તેની માતાની માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી હત્યા શું કામ કરવામાં આવી છે અને કોણે કરી છે. તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








