Friday, June 5, 2026
HomeGujaratSuratસુરતમાં જીમ ટ્રેનર મહિલાને લગ્નની લાલચ આપી કર્યું કઈક એવું કે પોલીસે...

સુરતમાં જીમ ટ્રેનર મહિલાને લગ્નની લાલચ આપી કર્યું કઈક એવું કે પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતની મહિલા સુરક્ષાની પોલ ખોલતો વધુ એક કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો છે. સુરતના સલાબતપૂરામાં એક જિમ ટ્રેનરે યુવતીને ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને બાદમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં જ્યારે પણ યુવતી લગ્ન માટે વાત કરતી હતી તો આ જિમ ટ્રેનર વારંવાર બહાના કરતો હતો. જ્યારે યુવતીને વિશ્વાસઘાતનો અહેસાસ થયો ત્યારે યુવતીએ આ જિમ ટ્રેનર વિરુદ્ધ સલાબતપૂરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે (Surat Police) યુવક વિરુદ્ધ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા ખાતે એક જીમના ટ્રેનર તેના જીમમાં આવતી પરિણીત મહિલા સાથે સંપર્ક આવ્યો હતો અને સમય જતા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. જ્યાં જીમ ટ્રેનર કૌશર અલી કુબ્બાવાલે મહિલાને લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ મહિલાએ લગ્ન કરવાની વાત કરતા આરોપી અવાર-નવાર બહાના કરી વાત ટાળી દેતો હતો. 1 વર્ષ જેટલો સમય વીતી જતા આરોપીએ ભોળાવીને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની જાણ થતાં મહિલાએ આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ મામલામાં સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જીમના ટ્રેનરની ધરપકડ કરી છે. હાલ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular